Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કાસગંજના પ્રવાસ વખતે યોગી આદિત્યનાથનો આબાદ બચાવઃ હેલિપેડથી અેક કિલોમીટર દૂર હેલિકોપ્ટરને લેન્‍ડીંગ કરાવવુ પડ્યું

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવ પર ત્યારે સંકટનાં વાદળો ઘેરાયા જયારે તેમના હેલિકોપ્ટરને લેન્ડ કરાવવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ત્યાજ પ્રશાસનની એવી લાપરવાહીથી અધિકારીઓના હોશ ઉડી ગયા. ત્યાં જ પાયલટની સૂઝબુઝથી સીએમ યોગીના હેલીકોપ્ટરને સુરક્ષિત જગ્યા પર લેન્ડ કરવામાં આવ્યું.

પ્રમુખ સચિવ(ગૃહ) અરવિંદ કુમારે લખનૌમાં જણાવ્યું કે, યોગી સુરક્ષિત છે અને પોતાના નિર્ધારિત કાર્યક્રમના અનુરૂપ આગળ વધી ગયા છે. અરવિંદ કુમારે જણાવ્યું કે, 'હા, મુખ્યમંત્રી સુરક્ષિત છે.' હેલીકોપ્ટર જે ખેતરમાં ઉતર્યા, ત્યાં અસ્થાયી રૂપે બનાવવામાં આવેલા હેલીપેડથી લગભગ એક કિલોમીટર દુર હતું. મુખ્યમંત્રી કાસગંજના એક દિવસીય પ્રવાસ પર આવ્યા હતા.

તેમણે સહાવર તહસીલના ફરૌલી ગામમાં તે પરિવારના લોકો સાથે મુલાકાત કરી. જેમના ત્રણ સદસ્યોની હત્યા થઇ ગઈ હતી. યોગીએ કાનુન વ્યવસ્થા સિવાય જિલ્લાના વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી. કાસગંજના પોલીસ અધિક્ષક પીયુશે જણાવ્યું કે, મુખ્યમંત્રીના ચેક વિતરણ કર્યું અને તેમના દરેક કાર્યક્રમ સફળતાપુર્વક પૂર્ણ થયા.

(7:11 pm IST)