Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ચીનમાં બે વર્ષના બાળકના દિમાગમાં 7 ઇંચ અંદર નુડલ્સ ખાવાની ચોપસ્ટીક ઘુસી ગઈ

બાળક રમતા રમતા ચોપસ્ટીકથી લોહીલુહાણ થઇ ગયો :સીટી સ્કેનમાં ખબર પડી કે દિમાગમાં 7 ઇંચ અંદર ઘુસી છે

ચીનમાં એક બે વર્ષના બાળકના દિમાગના નુડલ્સ ખાવાની ચોપસ્ટીક 7 ઇંચ અંદર ઘુસી ગઈ હતી ચીનના વુહાનમાં.આ અકસ્માત બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયોઃ હતો આપણી ત્યા ફોર્ક કે કાંટાનો ઉપયોગ નૂડલ્સ વગેરે ખાવા માટે કરીએ છીએ, હકીકતમાં તે બધુ વસ્તુઓ ખાવા માટેનુ સાધન ચોપસ્ટિક જ હોય છે. લાકડીના બે લાંબી સ્ટિક હોય છે. તેમની વચ્ચે ખાવાનુ પકડીને ખવાય છે. તે જ સાચો તરીકો છે.

    હુઆંગ નામના આ નાના બાળકને તેના પિતા રૂમમાં બેસાડીને બીજા રૂમમાં કઈક કામથી જતા રહ્યા હતા. બાળક બેઠા-બેઠા રમી રહ્યો હતો. ખબર નહી ક્યાથી તેના હાથમાં ચોપસ્ટિક આવી ગઈ. રમકડુ સમજીને બાળક તેની સાથે રમવા લાગ્યો. થોડાક જ સમયમાં બાજુ વાળા રૂમથી બુમો સંભળાઈ. પિતા દોડતા-દોડતા પહોંચ્યા, ત્યારે જોયુ કે બાળક ચોરસ્ટિકથી લોહીલુહાણ થયેલો પડ્યો છે. તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. વાસ્તવમાં થયુ એવુ હતુ કે તે ચોપસ્ટિક બાળકના દિમાગમાં ઘુસી ગઈ હતી. તે પણ 7 ઈંચ અંદર. બાળકને રમતા-રમતા ખબર જ ના પડી કે તે ચોપસ્ટિક ક્યારે તેના નાકમાં ઘુસી ગઈ. અને જ્યારે વધારે હલણ-ચલણ કરતા કે  બહાર કાઢવાના પ્રયત્ન કરતા તે હજુ અંદર ઉતરતી જતી હતી.

  આવામાં હુઆંગને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સીટી સ્કેન કરવા બાદ ખબર પડી કે ચોપસ્ટિક દિમાગમાં 7 ઈંચ અંદર સુધી ઉતરી ગઈ છે. તેના પછી તેનુ 4 કલાક લાંબુ ઓપરેશન કરવામાં આવ્યુ. ડૉક્ટરોએ જણાવ્યુ કે તેના દિમાગમાં કોઈ ફણ જરૂરી બાગ ઉપર ઈજા નથી પહોંચી. પરંતુ ઈન્જરી ખુબ જ થઈ છે. પરંતુ તે કારણથી બાળકનો જીવ ઉપર કોઈ ખતરો નથી. સારવારના થોડાક જ દિવસોમાં તે બાળક ઉભરીને નોર્મલ થઈ જશે.

(10:17 pm IST)
  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST

  • કર્ણાટક ચૂંટણી : કોંગ્રેસે 218 ઉમેદવારોની યાદી બહાર પાડી : મુખ્યમંત્રી સિદ્ધારમૈયાહ ચામુન્ડેશ્વરીથી ચૂંટણી લડશે : મુખ્યમંત્રી સિદ્ધારમૈયાહનો પુત્ર ડો. યથીન્દ્રને વરૂણા વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી છે : સિદ્ધામૈયા હાલમાં વરુણાના ધારાસભ્ય છે. access_time 10:31 pm IST

  • સાઉદી અરબમાં હિલચાલઃ ૨૪ મુસ્લિમ રાષ્ટ્રો સાથે યુદ્ધ અભ્યાસઃ ખ્રિસ્તી રાષ્ટ્રોના હુમલા ખાળવા ઈસ્લામિક રાષ્ટ્રો એક બની રહ્યા છે...: દુનિયા ખતરનાક દિશામાં જઈ રહી છેઃ અમેરિકા-બ્રિટન જેવા ખ્રિસ્તી રાષ્ટ્રોના હુમલાના પ્રતિકાર માટે ઈસ્લામિક રાષ્ટ્રોની તૈયારીઃ સાઉદી અરબે પાકિસ્તાને અલગ રાખ્યું access_time 11:32 am IST