Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

:ચોમાસુ ટનાટન રહેશે :ચાલુ વર્ષે 97 ટકા વરસાદની સંભાવના :હવામાન વિભાગની આગાહી

દુષ્કાળની કોઈ સંભાવના નથી :ભારે આશંકા 5ટકા અને સામાન્યથી વધુ વરસાદની 20 ટકા ભીતિ

રાજકોટ :ચાલુ વર્ષે ચોમાસુ ટનાટન રહેશે હવામાન વિભાગે આગામી ચોમાસાની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના રહી છે. હવામાન વિભાગે ચાલુ વર્ષે 97% વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

હવામાન વિભાગના અધિકારી અનુસાર, ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. જેમાં 97% વરસાદ થશે. જ્યારે દુષ્કાળની કોઈ જ સંભાવના નથી

  અત્રે ઉલ્લેખનીય છે કે  94% થી 104% સુધી વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. જ્યારે જૂન મહિનામાં વરસાદ સામાન્યથી વધારે રહેશે. જુલાઇથી ઓગષ્ટ સુધીમાં 96% થી 97 % વરસાદની આગાહી છે. જ્યારે ભારે વરસાદની વાત કરવામાં આવે તો તેની આશંકા 5% છે, જ્યારે સામાન્યથી વધારે વરસાદની 20% જેટલી આશંકા રહેલી છે.

(8:22 pm IST)