Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

નીરવ મોદી પછી વધુ એક હિરા કારોબારીએ PNB સહિત ૬ બેંકો સાથે ૧૮૭ કરોડનો ગોટાળો કર્યો

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકમાં વધુ નવા ઘોટાળા સામે આવી રહ્યા છે. નિરવ મોદીના ૧૩ હજારકરોડના કથિત ઘોટાફ્રા બાદ એક હિરા કારોબારીએ પંજાબ નેશનલ બેંક સહિત ૬ બેંકોએ ૧૮૭કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. ઝ્રમ્ૈંએ આ ઘોટાળા અંગે ફરિયાદ દાખલ કરી છે. સીબીઆઈએ દિલ્હીના હીરા કારોબારી કંપની એસએસકે ટ્રેડીંગ પ્રાઈવેટ લી. અને તેના નિર્દેશકો સામે પંજાબનેશનલ બેંક સાથે ૧૮૭ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અધિકારીએ કહ્યું કે, કંપનીના નિર્દેશકો સુરેન્દરકુમાર બંસલ અને શેફાલી બંસલ સામે સીબીઆઈએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ કેસ દાખલ કર્યો છે. કંપનીનો ચાંદની ચોકમાં શો-રૂમ છે પંજાબ નેશનલ બેંકસમૂહ દ્વારા ૧૬૩ કરોડની લોન અપાઈ હતી. જેમાં પીએનબીનો હિસ્સો પપ કરોડ હતો. લોનનું બળજબરીભરી શકમાં દેવું વધી ગયું હતું. (૩૭.૬)

(12:51 pm IST)