Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કઠુઆ રેપ કેસમાં સુનાવણી શરૃઃ પીડિતાના મહિલા વકિલે કહ્યું મારો પણ થઇ શકે છે રેપ-મર્ડર

જમ્મુ તા. ૧૬ : કઠુઆ રેપ મામલે કઠુઆ જિલ્લા કોર્ટમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા આજે સાત આરોપીઓને રજૂ કરવામાં રહ્યા છે. સવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પછી સગીર આરોપીને ૨૪ એપ્રિલે કોર્ટમાં રજૂ કરાશે. જિલ્લા જેલ કઠુઆથી આ મામલાના આરોપી સાંઝી રામ, દીપક ખજૂરિયા, સુરિન્દ્ર વર્મા, વિશાલ જંગોત્રા, તિલક રાજ, આનંદ દત્તા અને પરવેશ કુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ કઠુઆ ગેંગ રેપ પીડિતા તરફથી કેસ લડી રહેલી વકીલ દીપિકા સિંહ રાજવંતે પોતાના જીવનને ખતરો હોવાની વાત કહી છે. દીપિકાએ કહ્યું મારો પણ રેપ થઇ શકે છે અથવા હત્યા કરવામાં આવી શકે છે.

આ પહેલા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જન્મુ-કાશ્મીરમાં પોલીસને ચાર્જશીટ દાખલ કરવા માટે રોકનાર વકીલોની તપાસ અંગે એક કમિટિ બનાવી છે. આ મામલે ગેંગરેપ કરનારા આરોપી સિવાય વકીલો ઉપર પણ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રસના ગામમાં ૮ વર્ષની બાળકી ૧૦ જાન્યુઆરીએ ગુમ થઇ ગઇ હતી. ત્યારબાદ ૧૭ જાન્યુઆરીએ તેનો મૃતદેહ ગામની નજીક જંગલથી મળી આવ્યો હતો. પોલીસ પર આ મામલે લાપરવાહી કરવાનો આરોપ લગાવાના આરોપ બાદ સીટનું ગઠન કરવામાં આવ્યું હતું. જેને લઇને કાશ્મીર વિધાનસભામાં જોરદાર હંગામો જોવા મળ્યો હતો.(૨૧.૬)

(11:43 am IST)