Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

હવે સોશિયલ મીડિયામાં આચારસંહિતા લાગુ કરવા ચૂંટણી પંચ સાબદુ

નવી દિલ્હી તા. ૧૬ : ફેસબુક ડેટા લીક પછી સોશિયલ મીડિયા પર ચાલતા ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપવામાં આવશે. ચૂંટણીપંચ સોશિયલ મીડિયામાં ચાલતા પ્રચાર પર પણ હવે ધ્યાન રાખશે અને આચારસંહિતા તેમા પણ લાગૂ કરવાનું વિચારણા ચાલી રહી છે.

દેશમાં કોઈપણ કેમ્પેઈન ચલાવવા માટે સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરાઈ રહ્યો છે, જેના કારણે ચુંટણી પંચ સજાગ થઈ છે. ફેસબુક કેબ્રિજ એનાલિટીકા મુદે સીઈઓ રાવતે કહ્યું કે સોશિયલ મીડિયા પર આચારસંહિતા લાગૂ કરાશે. જેથી મતદારોને સોશિયલ મીડિયા દ્વારા કોઈ લોભામણી જાહેરાત ન કરી શકે.

આ ઉપરાંત સોશિયલ મીડિયાની ઈલેકશન પર કોઈ નકારાત્મક અસર ન પડે. હાલ દેશમાં એક દેશ એક ચુંટણીની વાત ચાલી રહી છે. ત્યારે ચુંટણીપંચ માટે સોશિયલ મીડિયા પર આચારસહિંતા લગાવવાનું સરળ થશે.

(11:43 am IST)