Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

નરેન્દ્રભાઇ લંડનમાં કોમનવેલ્થ દેશોના વડાઓને મળશેઃ મહત્વની ભૂમિકા રહેશે

૨૦૦૯ પછી કોમનવેલ્થ ગેમ્સમાં જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન

નવી દિલ્હી તા. ૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડનમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સની સેરેમનીમાં ભાગ લેવા છે. આ પ્રસંગે અલગ-અલગ દેશના વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે માત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક માત્ર મહેમાન છે કે જે લિમોજિન કારમાં મુસાફરી કરશે. બાકીના ૫૧ દેશના વડાપ્રધાનોને બસમાં મુસાફરી કરવાની રહેશે. ભારત માટે ગર્વની વાત છે કે લંડનમાં ચાલતી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વડાપ્રધાનને આટલું સન્માન મળે. ૨૦૦૯ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોમનવેલ્થ ગેમ્સમાં જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે. શ્રી નરેન્દ્રભાઇને બકિંગમ પેલેસ આવવા માટે લંડનના મહારાણીએ આમંત્રણ આપ્યું છે.

વિશ્વમાં ઓળખ બનાવવા માટે ભારત કોમનવેલ્થ ગેમ્સમાં મહત્વની ભૂમિકા ભજવવા તૈયાર થઇ ગયું છે. ૫૩ દેશોના કોમનવેલ્થમાં ચીનની ગેરહાજરીને લઇને કોમનવેલ્થ સમિટમાં ભારત પાસે એક તક છે તે મજબુત પ્રતિનિધિ તરીકે સામે આવી નેતૃત્વ કરે.

વડાપ્રધાન શ્રી મોદી લંડનમાં કોમનવેલ્થ હેડસ ગર્વનમેન્ટ મીટિંગ (કોમનવેલ્થ સમિટ)માં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસના સ્વીડન અને બ્રિટેનના પ્રવાસે જઇ રહ્યાં છે. કોમનવેલ્થ ગેમ્સમાં મોટી જવાબદારીને લઇને દિલ્હીમાં તેની તૈયારીઓ પણ થઇ રહી છે.(૨૧.૫)

(11:38 am IST)