Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

આવકવેરા વિભાગે 50,000 વ્યક્તિઓને પ્રોસિક્યુશન નોટિસ ફટકારી

આ લોકો ગુનેગાર તરીકે સાબિત થાય તો તેમણે મોટો દંડ ભરવો પડશે

નવી દિલ્હી :આવકવેરા વિભાગ દ્વારા ઘણાં મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય ઘણા સ્રોતોની તપાસ કરી બેનામી સંપત્તિ પકડી પડાઈ છે  તમામ લોકોને આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ-નોટિસ મોકલી આપવામાં આવી છે.શકના દાયરામાં આવેલી 50,000 વ્યક્તિઓને પ્રોસિક્યુશન નોટિસ મોકલાઇ છે લોકો ગુનેગાર તરીકે સાબિત થાય તો તેમણે મોટો દંડ ભરવો પડશે. પહેલાં પ્રકારના કેસમાં આરોપીને માત્ર ફાઇન ભરીને છોડી મૂકવામાં આવતા હતા. લોકોના ડેટા તપાસ્યા બાદ તેમને નોટિસ મોકલવામાં આવશે. આવકવેરા વિભાગ બેનામી ટ્રાન્ઝેક્શન્સની શોધ કરી રહી છે, તેથી જે કિસ્સામાં તેમને શક જશે તેમને નોટિસ મોકલવામાં આવશે.

આવકવેરા વિભાગની નોટિસ એવા લોકોને પણ નોટિસ મોકલવામાં આવી છે, જેમણે નોટબંધી વખતે અપેક્ષાથી ઓછી રકમ બેંકોમાં જમા કરી હોય. કેટલાક કિસ્સાઓમાં 1 લાખ જમા કરાવનારાઓને પણ નોટિસ મોકલવામાં આવે છે. જોકે આવકવેરા વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે એક ખાસ પેટર્ન જોયા બાદ આવા લોકોને નોટિસ મોકલવામાં આવશે. આવકવેરા વિભાગ ઘણા કિસ્સાઓમાં ઘણા સમૃદ્ધ લોકોનાં ડ્રાઇવર્સ, પત્નીઓ અને સંબંધીઓને પણ નોટિસ મોકલવામાં આવી છે. લોકોનાં નામ પર બેનામી મિલકત ખરીદી અને એની પર ટેક્સ ચૂકવવા પર શક કરી શકે છે.

   બેનામી સંપત્તિ ધરાવતા લોકો સામે આવકવેરા વિભાગ હવે વધુ સક્રિય થઈ ગયો છે. સિલસિલામાં આવકવેરા વિભાગ દ્વારા ઘણાં મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય ઘણા સ્રોતોની તપાસ કરી બેનામી સંપત્તિ પકડી પાડવામાં આવી છે. એક ઇંગ્લિશ બિઝનેસના ન્યૂઝપેપરમાં છપાયેલા સમાચાર મુજબ, કુલ કેટલી નોટિસો મોકલવામાં આવી છે એની સંખ્યા હજુ પણ જાણવા મળી નથી, પણ આવકવેરા વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આની સંખ્યા 50,000 જેટલી હોઇ શકે છે. આવકવેરા વિભાગ લોકોનાં પૂરા ટ્રાન્ઝેક્શન્સ, સોર્સ ઓફ ઇન્કમ વગેરેની તપાસ કરી રહ્યો છે

આવકવેરા વિભાગમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં જેમણે પ્રોપર્ટી વેચાણ કર્યું છે તેમને પણ નોટિસ મોકલવામાં આવી છે. લોકોને મોટી પેનલ્ટી ચુકવણી કરવી પડશે. એક્સપર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે કે જે લોકો પર એસેસમેન્ટ દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા શક ગયો છે તેમને પણ નોટિસ મોકલવામાં આવી છે. પહેલાં પ્રકારના કેસોમાં ટેક્સપેયર ફાઇન ભરી છૂટી જતા હતા, પરંતુ હવે તેઓ જેલમાં પણ જઈ શકે છે. કારણે જેમને નોટિસ મળી છે તેઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

(9:39 pm IST)