Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કોલસા ભરેલી માલગાડીના છ ડબ્બા એન્જીન વગર દોડ્યા : મોડી રાત્રે ખાંટાપાડા અને ભાનગા વચ્ચે બનાવ

નવી દિલ્હી :કોલસા ભરેલી માલગાડીના ડબ્બા એન્જીન વગર બે કિલોમિટર સુધી પાટા ઉપર દોડ્યા હતા રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે,શનિવારે મોડી રાત્રે ખાંટાપાડા અને ભાનગા વચ્ચે સમયે બનાવ બન્યો હતો જ્યારે ધમારાથી જમશેદપુર જઇ રહેલી માલગાડીના ડબ્બા બાકીની ટ્રેનથી અલગ કરવામાં આવી રહ્યા છે. ડબ્બા હતા જે એન્જીન વગર પાટા પર દોડવા લાગ્યા હતા.

  અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘટના વિશે તરત જાણ થતાં રેલવે અધિકારીઓ તરત પગલાં ભર્યા હતા. જેના પગલે મોટી દુર્ઘટના ઘટના ટળી હતી. ઘટનામાં કોઇ ઘાયલ કે જાનહાની પહોંચી નથી.

  બાલેશ્વર રેલવે સ્ટેશનના સ્ટેશન મેનેજર ભગવત દાસે જણાવ્યું હતું કે, મિકેનિકલ ગડબડીના કારણે પાછલા ડબ્બા ટ્રેનથી અલગ પડી ગયા હતા. ત્યારબાદ ગડબડીને તરત દૂર કરી દેવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે લાઇન ઉપર બે કલાક સુધી ટ્રેનની અવર-જવર ઉપર રોક લગાવવામાં આવી હતી. દાસે જણાવ્યું હતું કે, ડબ્બાને લાવવા અને ટ્રેન સાથે જોડવા માટે એક એન્જીન મોકલવામાં આવ્યું હતું.

   અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા સાત એપ્રિલે રાત્રે અમદાવાદ-પુરી એક્સપ્રેસના 22 ડબ્બા બોલાંગીરી જિલ્લામાં ટિટિલાગઢથી કાલાહાંડી જિલ્લાના કેસિંગા વચ્ચે 13 કિલોમીટર સુધી ચેન્જીન વગર દોડ્યા હતા. ઘટના સમયે ટ્રેનમાં અનેક મુસાફરો સવાર હતા.

(9:09 am IST)