Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

અમેરીકામા બરફનું તોફાનઃ ૪ના મોત

બીલ્ડીંગો - પાવરલાઇન સ્ટેશનોને ભારે નુકશાનઃ આ વાવાઝોડુ આજે નોર્થ ઇસ્ટ અને ન્યુ ઇંગ્લેન્ડ તરફ આગળ ધસી રહયું છેઃ ૧૩ ઇંચ ખાબકયોઃ એનબ્રીજ એનર્જી ઓઇલ અને ગેસની પાઇપ લાઇન અમર્યાદીત સમય સુુધી બંધઃ ૪૭૦ થી વધુ ફલાઇટો રદ: વાવાઝોડુ નોર્થ ઇસ્ટ અને ન્યુ ઇંગ્લેન્ડ તરફ આગળ વધ્યું :૧૬૦ જેટલી બિલ્ડિંગ્સને ભારે નુકસાન : ૧૦૦૦ જેટલી પાવર લાઇન્સને ડેમેજ

સેન્ટ્રલ અમેરિકામાં રવિવારથી આવેલા સ્નો સ્ટોર્મના કારણે અત્યાર સુધી ૪ લોકોનાં મોત થયા છે. મિનેસોટામાં મિડ-એપ્રિલ સ્ટોર્મના કારણે રસ્તાઓ પર બરફની ચાદર છવાઇ ગઇ હતી. આ વાવાઝોડું નોર્થ અને મિડ-એટલાન્ટિક યુએસ તરફ જતાં પહેલાં અમેરિકાના મોટાંભાગના શહેરોને અસર કરી હતી. આ સ્ટોર્મ સિસ્ટમના કારણે એનબ્રિજ એનર્જીની ઓઇલ અને ગેસ પાઇપલાઇનને અનિશ્યિત સમય સુધી બંધ કરી દેવામાં આવી છે. મિનેપોલીસ- સેન્ટ પોલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજિત ૧૩ ઇંચ જેટલો બરફ પડતાં રવિવારે ૨૩૦ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી. શનિવારે શરૂ થયેલા આ વાવાઝોડાંના કારણે અત્યાર સુધી ૪૭૦ ફ્લાઇટ્સ કેન્સલ થઇ છે. જયારે મિશિગનમાં ભારે વરસાદ અને વાવાઝોડાંના કારણે હજારો ઘર અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

 મિશિગનમાં રવિવારે ૧૮ ઇંચ બરફ પડતાં અંદાજિત ૩૧૦,૦૦૦ ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

 ભારે વરસાદ અને વાવાઝોડાં ઉપરાંત બરફના વજનના કારણે ૧,૦૦૦ જેટલી પાવર લાઇન્સને નુકસાન થયું છે.

 રવિવારે બપોરે વિસ્કોન્સિન સ્ટેટમાં ૨૧ ઇંચ જેટલો બરફ પડ્યો હતો. જયારે વાવાઝોડાંના કારણે વૃક્ષો અને ઇમારતોને નુકસાન થતાં રસ્તાઓ બ્લોક થઇ ગયા હતા.

 ગલ્ફ કોસ્ટથી મિડવેસ્ટ પહોંચેલું વાવાઝોડું આજે સોમવારે નોર્થ-ઇસ્ટ અને ન્યૂ ઇંગ્લેન્ડ તરફ આગળ વધશે.

- શુક્રવારે વાવાઝોડાંનાં કારણે ૧૭ હાઇ એલર્ટ્સ જાહેર કરવામાં આવ્યા હતા. વાવાઝોડાં અને વરસાદના કારણે ૧૬૦ જેટલી બિલ્ડિંગ્સને ભારે નુકસાન થયું છે અને ૪ લોકોનાં મોત થયા છે. (૪૦.૯)

 

(3:56 pm IST)