Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સજા થવાના બે દિવસ પહેલા નાસી જવાની કોશિષ બદલ ઇન્‍ડિયન અમેરિકન નિકેશ પટેલની ધરપકડઃ ૨૦૧૬ની સાલમાં ૧૭૯ મિલીયન ડોલરના વાયરફ્રોડ બદલ ૯ જાન્‍યુ.ના રોજ સજા ફરમાવાય તે પહેલા ૬ જાન્‍યુ.એ બીજે રાજ્‍યાશ્રય મેળવવા ભાગી જવાની કોશિષ

ફલોરિડાઃ યુ.એસ.માં રિઅલ એસ્‍ટેટ ક્ષેત્રે ૧૭૯ મિલીયન ડોલરનું કૌભાંડ આચરવાના આરોપસર પકડાયેલા તથા જામીન ઉપર મુક્‍ત કરાયેલા ઇન્‍ડિયન અમેરિકન CEO ૩૩ વર્ષીય નિકેશ પટેલને સજા ફરમાવાય તે પહેલા જ બે દિવસ અગાઉ એટલે કે ૬ જાન્‍યુ.ના રોજ ચાર્ટર્ડ ફલાઇટ દ્વારા ફલોરિડાથી નાસી જઇ બીજે રાજયાશ્રય મેળવવા જતા પહેલા જ FBIએ પકડી લીધેલ છે તથા ૮ જાન્‍યુ.ના રોજ કોર્ટમાં રજુ કરાતા તેને બિનજામીન લાયક વોરંટ સાથે શિકાગો જેલમાં ખસેડવાનો હુકમ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે નિકેશ પટેલ ઉપર ૨૦૧૬ની સાલમાં વાયર ફ્રોડના આરોપો લગાવાયા હતા. જેના અનુસંધાને તેને ૯ જાન્‍યુ ૨૦૧૮ના રોજ સજા ફરમાવવાની હતી. ત્‍યાર પહેલા જ તેણે નાસી જવાની કોશિષ કરતા હવે બીજો ગૂનો નોંધાયો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:21 pm IST)