Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ઉત્તર પ્રદેશમાં ચાર જણે વિટનેસની જીભ કાપી નાખી

લખનૌ તા. ૧૩ :.. ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં ચાર જણે એક યુવક જનકરાજ સિંહની જીભ કાપી નાખી હતી, કારણ કે એક વર્ષ પહેલાં થયેલા એક હત્યાકાંડમાં તે વિટનેસ હતો. ૯ જાન્યુઆરીએ જનકરાજ સિંહ તેના ખેતરમાં કામ કરતો હતો ત્યારે ચાર જણ તેની પાસે આવ્યા હતા અને તેની જીભ કાપી નાખી હતી. એક વર્ષ પહેલા જનકસિંહે ૩૦ વર્ષના જીતેન્દ્ર તિવારી નામના યુવાનની હત્યા થતી જોઇ હતી અને એથી આ હત્યાકાંડમાં તે વિટનેસ તરીકે કોર્ટમાં જૂબાની આપવાનો હતો. જો કે તે કોર્ટમાં કંઇ પણ કહી ન શકે એ માટે તેની જીભ કાપી નાખવામાં આવી છે.

(11:45 am IST)
  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST