Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

હવે મુસાફરો દિલ્હી મેટ્રો અને બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકશ: પ્રદૂષણને કંટ્રોલ કરવા DDMAનો મોટો નિર્ણય

DDMએ 100 ટકા બેઠક ક્ષમતા સાથે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરવાની પરવાનગી અને 30 લોકોને કોચમાં ઉભા રહીને મુસાફરી કરવાની મંજૂરી આપી

નવી દિલ્હી :હવે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. આ હેતુ માટે DDMA એ નિર્ણય લીધો છે કે હવે મુસાફરો દિલ્હી મેટ્રો અને બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકશે.

DDMએ હવે 100 ટકા બેઠક ક્ષમતા સાથે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરવાની પરવાનગી આપી છે. આ સિવાય 30 લોકોને કોચમાં ઉભા રહીને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે, મેટ્રોમાં ઉભા રહીને મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સિવાય મુસાફરો તમામ સીટો પર બેસીને મુસાફરી કરી રહ્યા ન હતા.

ડીડીએમએ હવે નિર્ણય લીધો છે કે મુસાફરો હવે દિલ્હીની અંદર ચાલતી ડીટીસી અને ક્લસ્ટર બસોમાં દરેક સીટ પર બેસી શકશે. એટલે કે બસો 100 ટકા પેસેન્જર ક્ષમતા સાથે દોડશે. આ દરમિયાન બસોમાં સીટોની સંખ્યાના 50 ટકા લોકો ઉભા રહીને મુસાફરી કરી શકશે. એટલે કે જો બસમાં 50 સીટ હશે તો તેમાં 25 લોકો ઉભા રહીને મુસાફરી કરી શકશે. જો કે, કોવિડ સંબંધિત બાકીના નિયંત્રણો પહેલાની જેમ જ અમલમાં રહેશે અને નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

(12:05 am IST)