Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

EPF ખાતાધારક નોકરીઓ બદલે તો પણ તેમનું EPF ખાતું એક જ રહેશે:તમામ EPF એકાઉન્ટ બેલેન્સ એકમાં મર્જ થશે

શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં લેવાયો નિર્ણય

નવી દિલ્હી : EPF સબસ્ક્રાઇબર હવે ગમે તેટલી નોકરી બદલી શકે છે પરંતુ તેની પાસે માત્ર એક જ EPF ખાતું હશે. તમામ EPF એકાઉન્ટ બેલેન્સ એકમાં મર્જ થઈ જશે. 5 કરોડથી વધુ EPF ખાતાધારકો હવે નોકરી બદલવા પર, પ્રથમ કંપનીના EPF ખાતામાં જમા થયેલા પૈસાને નવા PF ખાતામાં ટ્રાન્સફર કરવાની જરૂર નહીં રહે. નોકરી બદલવા પર, જૂનું EPF ખાતું અને નવું EPF ખાતું આપમેળે મર્જ થઈ જશે. શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

   આનો અર્થ એ છે કે EPF એકાઉન્ટ ધારક ગમે તેટલી નોકરીઓ બદલે, તેનું EPF ખાતું એક જ રહેશે. જૂના પીએફ ખાતાનું બેલેન્સ એ જ ખાતામાં આપમેળે જમા થઈ જશે. સબસ્ક્રાઈબર પાસે વિકલ્પ હશે કે જો તે ઈચ્છે તો નવી સંસ્થામાં પણ જૂનું એકાઉન્ટ ચાલુ રાખી શકે છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ પણ આ માટે સેન્ટ્રલાઈઝ આઈટી સિસ્ટમ બનાવવાની મંજૂરી આપી દીધી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે પણ EPFOની વાર્ષિક થાપણના 5 ટકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs)માં રોકાણ કરવાની મંજૂરી આપી છે. મળી શકે છે. આ દરખાસ્ત પર સંમત થવાથી InvITs ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને વેગ મળશે. તેથી EPFOના રોકાણ બાસ્કેટમાં રોકાણના નવા માધ્યમનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં, EPFO એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF), સરકારી સિક્યોરિટીઝ અને બોન્ડ્સમાં રોકાણ કરે છે.

દર મહિને લગભગ 15000-16000 કરોડ રૂપિયા EPFOમાં જમા થઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે 2021-22માં EPFOની જમા રકમ 1.8 લાખ કરોડથી 1.9 લાખ કરોડ રૂપિયાની વચ્ચે વધી શકે છે. તેમાંથી 15 ટકા રકમ ઇક્વિટીમાં અને બાકીની રકમ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવામાં આવે છે. થાપણોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, EPFO પાસે તેના રોકાણના બાસ્કેટને વિસ્તારવાની મોટી તક છે. જેના કારણે EPFO ખાતાધારકોને વધુ રિટર્ન મળશે.

(11:19 pm IST)