Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ ચાલુ : સેનાએ એન્કાઉન્ટર સાઈટમાં ફસાયેલા 60 લોકોનું કર્યું રેસ્ક્યૂ

આતંકીઓએ કુલગામના અશમુંજી વિસ્તારમાં સેના પર ફાયરિંગ શરૂ કરતા સુરક્ષા દળો દ્વારા વળતી કાર્યવાહીમાં એક આતંકીને ઠાર કરાયો

શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના કુલગામાં આ સમયે સેનાનો આતંકીઓ સામે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. તે અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીનો સફાયો કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે, હજી વધારે આતંકીઓ છૂપાયા હોઈ શકે છે. એવામમાં અત્યારે ફાયરિંગ શરૂ છે અને બધા આતંકીઓનો સફાયો કરવાની કોશિશ કરી છે.

 શનિવારે આતંકીઓએ કુલગામના અશમુંજી વિસ્તારમાં સેના પર ફાયરિંગ શરૂ કરી દેવામાં આવી હતી. તે પછી સુરક્ષા દળો દ્વારા વળતી કાર્યાહી કરવામાં આવી અને હિઝબુલના એક આતંકીને ઠાર માર્યો હતો. આતંકીનું નામ મુદ્દશિર વાઘે કહેવામાં આવી રહ્યાં છે, જે ઘાટીમાં પાછલા ત્રણ વર્ષથી સક્રિય છે. તે ઉપરાંત સુરક્ષા દળોનું કુલ 60 લોકોનું સફળ રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યું, જેમાં તે બાળકો પણ સામેલ છે જે એન્કાઉન્ટર સાઈટ પર ફસાઈ ગયા હતા.

પાછલા કેટલાક દિવસોથી કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ જોવા મળી રહી છે. હાલમાં જ કુલગામમાં બે જગ્યાએ એન્કાઉન્ટ થયું છે, જ્યાં પાચ આતંકીઓઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હવે એક વખત ફરીથી આતંકીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. એન્કાઉન્ટની વધારે જાણકારી સામે આવી નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીઓને જડબાતો જવાબ આપ્યો છે.

(8:34 pm IST)