Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

વડા પ્રધાન , કેન્દ્ર સરકારના પ્રધાનો તથા રાજ્ય સરકારોની સત્તાવાર પ્રેસ બ્રીફિંગસ હાથની સંજ્ઞાથી પણ સમજાવો : સાંકેતિક ભાષાના ઉપયોગથી માહિતી મેળવવી એ મૂક બધિર લોકોનો મૂળભૂત માનવ અધિકાર છે : વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ 2016 હેઠળ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી

ન્યુદિલ્હી : વડા પ્રધાન , કેન્દ્ર સરકારના પ્રધાનો તથા રાજ્ય સરકારોની સત્તાવાર પ્રેસ બ્રીફિંગસ દરમિયાન સાઇન લેંગ્વેજ ઈન્ટરપ્રિટર્સની માંગણી કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે.

એક વિકલાંગ અધિકાર કાર્યકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને કેન્દ્ર અને રાજ્યોને રાજ્યોના વડાઓ દ્વારા પ્રેસ બ્રીફિંગ દરમિયાન સાઇન લેંગ્વેજ ઈન્ટરપ્રિટર્સ પ્રદાન કરવા માટે નિર્દેશો માંગ્યા છે.

વડા પ્રધાન કેન્દ્ર સરકારના અન્ય પ્રધાનો, તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને રાજ્ય સરકારના અન્ય પ્રધાનો દ્વારા આયોજિત તમામ સત્તાવાર પ્રેસ બ્રીફિંગમાં ફ્રેમમાં વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ 2016.હેઠળ સાઇન લેંગ્વેજ ઇન્ટરપ્રિટર રાખવાના નિર્દેશોની માંગ કરતી PIL દાખલ કરવામાં આવી છે.

પીટીશન એમ કરોગામ દ્વારા દાખલ કરવામાં આવી છે, જેઓ પોતે મદ્રાસ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતી દૃષ્ટિહીન મહિલા એડવોકેટ છે.

એવી દલીલ કરવામાં આવી છે કે દિવ્યાંગોને માહિતી, વિશ્લેષણ અને રાજ્યમાં થનારી અનેક ઘટનાઓ વિશે પોતાને અપડેટ કરવાની તક નકારવામાં આવી રહી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:26 pm IST)