Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સેક્યુલર અમેરિકામાં હવે ઈસાઈઓ બહુમતીમાં

૬૮ ટકા વોટ પ્રાપ્ત કરીને અમીર ગાલિબ મેયર બન્યા : મિસીગનના હૈમટ્રેમ્કની સિટી કાઉન્સિલના મેમ્બર્સની ચૂંટણીમાં તમામ મુસ્લિમોનો વિજય થવા પામ્યો

વોશિંગ્ટન , તા.૨૦ : સેક્યુલર દેશ હોવા છતાં અમેરિકાની ઓળખ એક એવા દેશના રૂપમાં થઇ રહી છે, જ્યાં ઇસાઇ બહુમતમાં છે અને તેમના સમર્થન વિના કોઇપણ પાર્ટીની સરકાર બની શકતી નથી. જોકે હવે અમેરિકાનું એક શહેર સંપૂર્ણ રીતે મુસ્લિમ વર્ચસ્વ  થઇ ગયું છે અને ત્યાં સિટી કાઉન્સિલમાં ચૂંટાયેલા સભ્ય મુસ્લિમ છે.

બીબીસીના રિપોર્ટ અનુસાર મિશીગનના હૈમટ્રેમ્ક શહેરનું ક્ષેત્રફળ લગભગ વર્ગ કિલોમીટર છે. ત્યાં તાજેતરમાં સિટી કાઉન્સિલના મેંબર્સની ચૂંટણી થઇ છે. જેમાં તમામ સીટો પર મુસ્લિમોનો વિજય થયો છે. ૬૮ ટકા વોટ પ્રાપ્ત કરીને અમીર ગાલિબ (૪૧) અમેરિકાના પહેલાં યમન મૂળના મેયર બન્યા છે.

યમનના એક ગામમાં જન્મેલા ગાલિબ ૧૭ વર્ષની ઉંમરમાં અમેરિકા પહોંચ્યા હતા. તેમણે હૈમટ્રેમ્કની પાસે કારના પ્લાસ્ટિકના સ્પેરપાર્ટની ફેક્ટરીમાં કામ શરૂ કર્યું હતું. પછી તેમણે અંગ્રેજી શીખી અને મેડિકલ ટ્રેનિંગ પ્રાપ્ત કરી. હવે તે હેલ્થકેર ક્ષેત્રમાં કામ કરે છે. ઉપરાંત કાઉંસિલમાં બાંગ્લાદેશ મૂળના , યમની મૂળના અને પોલેન્ડ મૂળની એક મેંબર પણ ચૂંટાઇ ગઇ છે. બધુ મુસ્લિમ છે. પોલિશ મૂળની કોર્પોરેટર પહેલાં ખ્રિસ્તી હતી, પરંતુ શહેરમાં ઇસ્લામના વધતા જતા પ્રભાવના લીધે તેમણે પણ પોતાનો ધર્મ બદલી દીધો.

રિપોર્ટ અનુસાર શહેરમાં ૫૦ ટકાથી વધુ વસ્તી હવે મુસ્લિમો (ૈંજઙ્મટ્ઠદ્બ) ની થઇ ચૂકી છે. જેમાં યમન અને બાંગ્લાદેશ મૂળના લોકોની સારી વર્ચસ્વ છે. જોકે બધુ એકાએકા થયું છે. જોકે કોઇ જમાનામાં શહેર અમેરિકીના કાર ઉદ્યોગનું કેન્દ્ર હતું. જનરલ મોટર્સના મોટા પ્લાન્ટ હતા. તેના લીધે ૨૦મી સદીમાં પોલેન્ડથી આવીને અહીં લોકો વસતા ગયા. વર્ષ ૧૯૭૦ સુધી અહીંયા ૯૦ ટકા લોકો પોલીશ મૂળ હતાતે દરમિયાન હૈમટ્રેક્ન શહેરથી મોટા કાર પ્લાન્ટ નિકળીને બીજા શહેરોમાં શિફ્ટ થવા લાગ્યા. તેના લીધે પોલીશ લોકોને પણ બીજા શહેરોમાં પલાયન શરૂ કરી દીધું. વર્ષ ૧૯૮૦ બાદ શહેરોમાં અરબી અને એશિયાઇ મૂળના લોકોને પહોંચાડવાનું શરૂ કરી દીધું. ત્યાં પહોંચનાર મોટાભાગના લોકો ઇસ્લામને માનનાર હતા. શરૂમાં ત્યાં સ્થાનિક લોકોની સાથે તેમનો તણાવ હતો અને તેમણે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારબાદ પણ પ્રવાસી મુસલમાનોનું શહેરમાં આવવાનું ઓછું થયું નહી. ત્યારબાદ સ્થાનિક પોલીશ લોકો અથવા તો શાંત થઇ ગયા અથવા પછી બીજા શહેરોમાં શિફ્ટ થઇ ગયા.

ત્યારબાદથી હવે હૈમટ્રેમ્ક શહેર અમેરિકાનું પ્રથમ મુસ્લિમ બહુમતિવાળું શહેર બની ગયું છે. જેની કમાન મુસ્લિમોના હાથમાં છે. અહીંયા મસ્જિદોની સંખ્યા પણ ખૂબ વધી ગઇ છે અને દુકાનો પર હલાલ સર્ટિફાઇડ હોવાના બેનર જોવા મળે તે સામાન્ય વાત થઇ ગઇ છે.

રિપોર્ટ અનુસાર થિંકટેક્ન પ્યૂ રિસર્ચ સેન્ટરનું અનુમાન છે કે અમેરિકામાં લગભગ ૩૮. લાખ મુસલમાન રહે છે. એટલે કે અમેરિકામાં મુસલમાનોની કુલ વસ્તીના લગભગ . ટકા છે. જોકે અનુમાન છે કે વર્ષ ૨૦૪૦ સુધી તે અમેરિકામાં ખ્રિસ્તીઓ પછી બીજા નંબરનો મોટો ધાર્મિક સમૂહ બની જશે. રિસર્ચરને સ્ટડીમાં જાણવા મળ્યું કે અમેરિકન જનતાની મુસલમાનોને લઇને સૌથી વધુ નકારાત્મક છે.

(7:12 pm IST)