Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

એર ઈન્ડિયાનો સોદો કર્યા બાદ અન્ય કંપનીઓ લાઈનમાં

આગામી વર્ષે સરકાર વધુ છ કંપનીઓ વેચવા કાઢશે : બીપીસીએલ ઉપરાંત બીઈએમએલ, શિપિંગ કોર્પ, પવન હંસ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક, નીલાંચલ ઇસ્પાતનો સમાવેશ

નવી દિલ્હી, તા.૨૦ : એર ઈન્ડિયાનો સોદો કર્યા બાદ મોદી સરકાર નાણાકીય વર્ષમાં વધુ સરકારી કંપનીઓને વેચવાની યોજના બનાવી રહી છે. કંપનીઓમાં  બીપીસીએલ ઉપરાંત બીઈએમએલ, શિપિંગ કોર્પ, પવન હંસ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક અને નીલાંચલ ઇસ્પાતનો સમાવેશ થાય છે. બીપીસીએલના ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે  બીઈએમએલ, શિપિંગ કોર્પ, પવન હંસ, સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક અને નીલાંચલ ઈસ્પાતનુ નાણાકીય બિડિંગ ડિસેમ્બર-જાન્યુઆરીમાં થઈ શકે છે. તેમના ખાનગીકરણની પ્રક્રિયા પણ નાણાકીય વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે.

સરકારે ડિસ ઈન્વેસ્ટમેન્ટ માટે બનાવેલા અલાયદા વિભાગના સચિવ તુહિન કાંતા પાંડેયનુ એમ પણ કહેવુ છે કે, સરકારી વિમા કંપની એલઆઈસીનો આઈપીઓ પણ જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આવી શકે છે.સરકાર તેમાં પોતાનો ૧૦ ટકા હિસ્સો વેચીને ૧૦ લાખ કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે.

સરકાર બીપીસીએલનો ૫૨.૯૮% હિસ્સો પણ વેચવા જઈ રહી છે. માટે ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો છે. વેદાંતાએ ૫૯ હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી છે. સિવાય એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ અને આઈ સ્ક્વેર્ડ કેપિટલએ પણ  હિસ્સો લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે પણ  તેમને માટે વૈશ્વિક ભાગીદાર શોધવામાં મુશ્કેલી પડી રહી છે.

અન્ય એક સરકારી કંપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડમાં પણ બાકીનો હિસ્સો વેચવા માટે સરકારને  લીલી ઝંડી મળી ગઈ છે. કેન્દ્ર સરકારે  સૌપ્રથમ ૧૯૯૧-૯૨માં હિન્દુસ્તાન ઝિંકનો ૨૪.૦૮ ટકા હિસ્સો વેચ્યો હતો. એપ્રિલ ૨૦૦૨માં, વાજપેયી સરકારે કંપનીનો ૨૬ ટકા હિસ્સો સ્ટરલાઇટને રૂ. ૪૪૫ કરોડમાં વેચ્યો હતો. ત્યારબાદ કંપનીએ હિન્દુસ્તાન ઝિંકમાં તેનો હિસ્સો વધારીને ૬૪.૯૨ ટકા કર્યો.

૨૦૧૨માં યુપીએ સરકારે ફરી કંપનીમાં સરકારનો ૨૯.૫૪ ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ૨૦૦૨ના સોદામાં નાણાકીય અનિયમિતતાઓને કારણે સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે પવન હંસને હેલિકોપ્ટર કંપની વેચવાની પ્રક્રિયા ફરી શરૂ કરી હતી. આમાં સરકાર પાસે ૫૧ ટકા છે.જ્યારે ઓએનજીસી પાસે ૪૯ ટકા હિસ્સો છે. પહેલા પણ સરકારે ઘણી વખત તેને વેચવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમાં સફળતા મળી નથી.

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષમાં રૂ. .૭૫ લાખ કરોડની આવક ડિસઈન્વેસ્ટમેન્ટતી ઉભી કરવાનુ  લક્ષ્ય નક્કી કર્યું છે.

(7:08 pm IST)