Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ક્રુઝ ડ્રગ્સ કેસ :હાઈકોર્ટે કહ્યુ આર્યન ખાનની પાસે કોઈપણ પ્રકારનો પદાર્થ મળ્યો નહોતો

આર્યન ખાન, અરબાજ મર્ચેંટ અને મુનમુન ધમેચા વિરુદ્ધ કોઈ પણ પ્રકારના ષડયંત્રના પુરાવા મળ્યા નથી.

મુંબઈ :આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસમાં મળેલા જામીનના ઓર્ડરની ડિટેલ ભરી કોપી બોમ્બે હાઈકોર્ટે જારી કરી દીધી છે. જેમાં હાઈકોર્ટે કહ્યુ કે આર્યન ખાનની પાસે કોઈ પણ પ્રકારનો પદાર્થ મળ્યો નહોતો. સાથે જ આર્યન ખાન, અરબાજ મર્ચેંટ અને મુનમુન ધમેચા વિરુદ્ધ કોઈ પણ પ્રકારના ષડયંત્રના પુરાવા મળ્યા નથી.

આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 2 ઓક્ટોબરે ધરપકડ કરાઈ હતી. તેમની પર મુંબઈથી ગોવા જનાર ક્રૂઝની ડ્રગ પાર્ટીમાં સામેલ થવાનો આરોપ લગાવાયો હતો. આર્યન ખાનને કસ્ટડીમાં લેવાયા. તેમની સાથે અરબાજ મર્ચેંટ અને મુનમુન ધામેચા સહિત વધુ 20 લોકોની ધરપકડ કરાઈ હતી. આ મામલે ન્યાયિક કસ્ટડી મળ્યા બાદ આર્યન ખાનને મુંબઈના આર્થર રોડ જેલમાં ત્રણ અઠવાડિયા પણ વિતાવવા પડ્યા હતા. 28 ઓક્ટોબરે આર્યન ખાનને હાઈકોર્ટથી જામીન મળ્યા હતા.

હવે બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનની જામીનનો ઓર્ડર જારી કર્યો છે. જેમાં કેસ સાથે જોડાયેલી તમામ ડિટેલ છે. હાઈકોર્ટના આ ઓર્ડર અનુસાર, આર્યન ખાનના ફોનમાં મળેલી વ્હોટસએપ ચેટ ત્રણેય આરોપીઓના અન્ય સહ-આરોપીઓ સાથે મળીને ષડયંત્રના કનેક્શન તરફ ઈશારા કરતી નથી.

(7:05 pm IST)