Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ઇન્દોરે ફરી ઇતિહાસ રચ્યો

સતત ૫મી વખત દેશનું સ્વચ્છ શહેર બન્યું

સ્વચ્છતામાં સુરત બીજુ, ત્રીજા ક્રમે આંધ્રપ્રદેશનું વિજયવાડા શહેરે સ્થાન મેળવ્યુ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિજેતાઓને સન્માનિત કર્યા

નવી દિલ્હી તા. ૨૦ : મધ્યપ્રદેશના સ્વચ્છ શહેર ઇન્દોરે સ્વચ્છતાના મામલે ઇતિહાસ રચ્યો છે. ઇન્દોરને સતત પાંચમી વખત દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે. જ્યારે સ્વચ્છતામાં ગુજરાતના સુરત શહેરે બીજુ અને આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરે ત્રીજુ સ્થાન મેળવ્યું છે.

આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ 'સ્વચ્છ અમૃત મહોત્સવ' એવોર્ડ વિતરણ સમારોહમાં 'સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૧' વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. તેમાં સતત પાંચમી વખત મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર પ્રથમ નંબરે રહ્યું છે. જયારે આ યાદીમાં બીજા નંબરે ગુજરાતના સુરત શહેરનો નંબર આવ્યો છે. ત્રીજા નંબરે આંધપ્રદેશના વિજયવાડાનો નંબર આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે વિજેતાઓને સન્માનિત કર્યા હતા. જયારે અમદાવાદને દેશના સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ તરીકે જાહેર કરાયું છે.

આ કાર્યક્રમમાં, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની પહેલ સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા શહેરોને માન્યતા આપતી વખતે સફાઈ કર્મચારીઓના યોગદાનની પ્રશંસા પણ કરવામાં આવી હતી.ઙ્ગઆ વખતે સ્વચ્છ સર્વેક્ષણમાં ૪૩૨૦ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા સર્વેક્ષણ છે. શહેરોને સામાન્ય રીતે સ્ટાર સિસ્ટમનો ઉપયોગ કરીને રેટ કરાય છે અને આ વર્ષે ૩૪૨ શહેરોને, ૨૦૧૮માં ૫૬ની તુલનામાં કેટલાંક સ્ટાર રેટિંગની અંતર્ગત પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. તેમાં નવ ફાઇવ સ્ટાર શહેર, ૧૬૬ થ્રી સ્ટાર શહેર, ૧૬૭ એક સ્ટાર શહેર સામેલ છે. ઙ્ગ

મંત્રાલયે કહ્યું કે આ સ્વચ્છ સર્વેક્ષણનું છઠ્ઠું વર્ઝન છે જે પુરસ્કાર સમારંભ દરમ્યાન હાજર લોકોમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી, હરદીપસિંહ પૂરી, રાજયમંત્રી કૌશલ કિશોર, મુખ્યમંત્રીઓ અને શહેરી વિકાસ મંત્રીઓ, ડિપ્લોમેટ્સ રાજય અને શહેરના પ્રશાસકો અને વરિષ્ઠ અધિકારીઓ, સેકટર ભાગીદારો અને બ્રાન્ડ એમ્બેસેડર અને બિન સરકારી સંગઠનો અને સીએસઓ સહિત ૧૨૦૦ અતિથિઓની ભાગીદારી રહી હતી.

(3:31 pm IST)