Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

કેરળ હાઈકોર્ટ તથા રાજ્યની જિલ્લા અદાલતોમાં 22 નવેમ્બર સોમવારથી ફિઝિકલ સુનાવણી શરૂ કરાશે : હાઈકોર્ટની ફુલ કોર્ટની બેઠકમાં લેવાયેલો નિર્ણય

કેરળ : કેરળ હાઈકોર્ટ તથા તમામ  જિલ્લા અદાલતોમાં 22 નવેમ્બર સોમવારથી ફિઝિકલ સુનાવણી શરૂ કરાશે . જે અંગેનો નિર્ણય હાઈકોર્ટની ફુલ કોર્ટની બેઠકમાં લેવાયો છે.

કેરળ હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (KHCAA) એ અગાઉ કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને વિનંતી કરી હતી કે હાઈકોર્ટ અને રાજ્યની તમામ ગૌણ અદાલતોમાં ફિઝિકલ સુનાવણી 1 નવેમ્બર, 2021થી ફરી શરૂ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે માર્ચ 2020 માં COVID-19 રોગચાળો ત્રાટક્યો ત્યારથી રાજ્યમાં અદાલતો વિડિયો કોન્ફરન્સ પ્લેટફોર્મ દ્વારા વર્ચ્યુઅલ રીતે કાર્યરત છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:14 pm IST)