Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ધનબાદમાં અસામાજિક તત્વોએ બ્લાસ્ટ કરીને રેલ ટ્રેક ઉડાવી દીધો

બ્લાસ્ટથી પાટા તૂટી જવાના કારણે એક ડીઝલ એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયું:ટોરી-લાતેહાર રેલ સેક્શન પર રિચુગુટા અને ડેમૂ સ્ટેશનો વચ્ચે ઘટના

ઝારખંડના ધનબાદમાં અસામાજિક તત્વોએ બ્લાસ્ટ કરીને રેલ ટ્રેક ઉડાવી દીધો છે. બ્લાસ્ટથી પાટા તૂટી જવાના કારણે એક ડીઝલ એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયું. જોકે, આ ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત થવાના સમાચાર નથી. આ ઘટના ટોરી-લાતેહાર રેલ સેક્શન પર રિચુગુટા અને ડેમૂ સ્ટેશનો વચ્ચે ઘટી છે.

જાણકારી અનુસાર બ્લાસ્ટલ રાતના પૌણા એક વાગે થયો હતો. આનાથી રેલવે ટ્રેકનો ખુબ જ નુકશાન થયું છે. જોકે, હાલમાં તે સેક્શનમાં ટ્રેનોની અવર-જવરને બંધ કરી દેવામાં આવી છે અને બ્લાસ્ટ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

(12:18 pm IST)