Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

કોરોના સંક્રમણના ૧૦૩૦૨ નવા કેસ : ૨૪ કલાકમાં ૨૬૭ મોત

દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને હવે ૧.૨૪ લાખ

નવી દિલ્હી તા. ૨૦ : છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારતમાં કોરોના ચેપના ૧૦,૩૦૨ નવા કેસ નોંધાયા છે. જયારે આ સમયગાળા દરમિયાન ૨૬૭ દર્દીઓના મોત થયા છે, જે પછી દેશમાં ચેપના કારણે મૃત્યુઆંક ૪૬૫૩૪૯ પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને ૧.૨૪ લાખ પર આવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૧૧,૭૮૭ લોકો સંક્રમણથી સાજા થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૩,૩૯,૦૯,૭૦૮ થઈ ગઈ છે.
સક્રિય કેસોની કુલ સંખ્યા હાલમાં ૧,૨૪,૮૬૮ છે, જે કુલ કેસના ૦.૩૬ ટકા છે. સક્રિય કેસોનો આ આંકડો માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી ઓછો છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર ૦.૯૬ ટકા છે, જે છેલ્લા ૪૭ દિવસથી ૨ ટકાથી ઓછો છે. જયારે સાાહિક હકારાત્મકતા દર ૦.૯૩ ટકા છે, જે ૫૭ દિવસથી ૨ ટકાથી નીચે રહ્યો છે. ઈન્ડિયન કાઉંન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ત્ઘ્પ્ય્) એ જણાવ્યું કે શુક્રવારે ભારતમાં કોરોનાવાયરસ માટે ૧૦,૭૨,૮૬૩ નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો હવે વધીને ૬૩,૦૫,૭૫,૨૭૯ થઈ ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં રિકવરી રેટ હવે વધીને ૯૮.૨૯ ટકા થઈ ગયો છે. જણાવી દઈએ કે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૧૦,૩૦૨ નવા કેસ અને ૨૬૭ લોકોના મોતમાં કેરળમાંથી ૫,૭૫૪ નવા કેસ અને ૪૯ લોકોના મોતનો સમાવેશ થાય છે. મંત્રાલયે માહિતી આપી છે કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૧૫.૭૯ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. શુક્રવારે દેશમાં ૫૧,૫૯,૯૩૧ લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી અહેવાલ મુજબ, ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે વધીને ૧,૧૫,૭૯,૬૯,૨૭૪ થઈ ગયો છે.

 

(11:37 am IST)