Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ઉંદરોથી ફેલાઇ શકે કોરોના જેવો વધુ એક રોગચાળો : દુનિયા તૈયાર રહે

પહેલાથી જ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલી દુનિયા પર વધુ એક મહામારીનો ખતરો તોળાઇ રહ્યો છે ! :નિષ્ણાંતોએ ચેતવણી આપી કે ઉંદર, ખિસકોલી જેવા પ્રાણી કોરોના જેવા વાયરસના વાહક હોઇ શકે

નવી દિલ્હી,તા. ૨૦ : કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે વધુ એક ખરાબ સમાચાર છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઉંદર, ખિસકોલી જેવા પ્રાણીઓ કોરોના જેવા વાયરસના વાહક હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ રીતે આગામી રોગચાળો ઉંદરોથી આવી શકે છે. પ્રિન્સટન યુનિવર્સિટીના નિષ્ણાતોએ જણાવ્યું કે ઘણા જીવોના જીનોમિક અભ્યાસ કરવામાં આવ્યા છે. આમાં પુરાવા મળ્યા છે કે ઉંદર જેવી કેટલીક પ્રજાતિઓ SARS જેવા કોરોના વાયરસનો ભોગ બની ચૂકી છે. આનાથી તે જીવોમાં થોડી રોગપ્રતિકારક શકિત ઊભી થઈ છે.

કોરોના વાયરસનો ચેપ SARS-CoV-2 વાયરસથી થાય છે જે પ્રાણીઓથી જન્મે છે. મતલબ કે કોરોના વાયરસ પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો છે. આ પહેલા એક અન્ય સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ચાઈનીઝ ચામાચીડિયામાં ઘણા પ્રકારના સાર્સ જેવા વાયરસ રહી શકે છે. તેના લક્ષણો ચામાચીડિયાની અંદર પણ દેખાતા નથી. તેમણે કહ્યું કે આ પ્રકારના વાયરસની અંદર કેટલીક પ્રતિરક્ષા છે જે ભવિષ્યમાં કોઈપણ રોગચાળાને રોકવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ સંશોધન પ્રિન્સટન યુનિવર્સિટીના મોલેકયુલર બાયોલોજીસ્ટ સીન કિંગ અને કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ મોના સિંદ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે અમારું સંશોધન દર્શાવે છે કે SARS જેવા કોરોના વાયરસ પ્રાચીન ઉંદરોમાં ઘણી વખત સંક્રમિત થયા છે. આ કારણે તેમનામાં રોગપ્રતિકારક શકિત વધી છે. સંશોધકોએ વિવિધ જીવોના ACE2 રીસેપ્ટર પર પણ સંશોધન કર્યું, જેનો ઉપયોગ સાર્સ વાયરસ કોષોમાં પ્રવેશવા માટે કરે છે.

નોંધનીય છે કે, પ્રાણીઓ દ્વારા જન્મેલા રોગો સરળતાથી એક જાતિમાંથી બીજી જાતિમાં ફેલાય છે. તેના બેકટેરિયા સજીવોની અન્ય પ્રજાતિઓમાં પ્રવેશ કરીને ટકી રહે છે. જો કે, તેઓ પ્રથમ કરતાં બીજા જીવતંત્રમાં જવાથી ઓછા જોખમી બને છે. આનું એક ઉત્ત્।મ ઉદાહરણ સામાન્ય શરદી છે, જે વિવિધ સજીવોમાંથી માણસોમાં પસાર થાય છે અને ત્યાં પણ ચાલુ રહે છે. તેના સ્ટ્રેન ણ્૫ફ૧, ણ્૭ફ૯ પક્ષીઓ અને ચેપગ્રસ્ત મનુષ્યોમાંથી ઉદ્દભવે છે.

(9:58 am IST)