Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

અમેરિકામાં પુખ્ત વયના તમામ લોકોને કોવિડનો બુસ્ટર ડોઝ મળશે

ક્રિસમસમાં કોરોનાના કેસ વધવાની આશંકાએ વેકિસનનો વ્યાપ વધારવાનો નિર્ણય

વોશિંગ્ટન,તા.૨૦: અમેરિકાએ કોવિડ-૧૯નો બુસ્ટર ડોઝ પુખ્ત વયના તમામ લોકોને આપવાની મંજૂરી આપી છે. નિયમનકર્તાએ શુક્રવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. ક્રિસમસની રજાઓ પહેલાં કોરોના વાયરસના કેસ વધવાની આશંકાને પગલે સરકારે લોકોને સુરક્ષા આપવા વેકિસન ઝુંબેશનો વ્યાપ વિસ્તાર્યો છે. અમેરિકાના ૧૦ રાજ્યોએ પહેલેથી જ તમામ પુખ્ત વયના લોકોને બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરી દીધા પછી ફાઇઝર અને મોડર્નાએ જાફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયથી માહિતી આપી હતી. તાજેતરના નિર્ણયને પગલે વેકિસનની સ્થિતી સરળ બની છે. અત્યાર સુધી સમગ્ર પ્રક્રિયામાં થોડો ગુંચવાડો હતો. કારણ કે એવી જાહેરાત કરવામાં આવી હતી કે, વ્યકિતએ અગાઉ કોઇ પણ વેકિસન લીધી હોય, છેલ્લા ડોઝને છ મહિના પુરા થયા હોય એવી ૧૮ વર્ષ કે વધુ વયની વ્યકિતને ફાઇઝર કે અન્ય કંપનીનો બુસ્ટર ડોઝ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે સ્વસ્થ પુખ્ત વયના યુવાઓને પણ ફાઇઝર અને મોડર્નાના બુસ્ટર ડોઝ આપવા ધ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની મંજૂરી માંગવામાં આવી છે. તેની પરવાનગી મળશે તો લાખો અમેરિકન્સને નવું વર્ષ શરૂ થતા પહેલા બુસ્ટર ડોઝની સુરક્ષા મળશે. જ્હોન્સન એન્ડ જહોન્સનની સિંગલ ડોઝ વેકિસન લેનાર વ્યકિત અત્યારે પણ બુસ્ટર ડોઝ લઇ શકે.

(9:54 am IST)