Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રાજ્યોને કોરોના ટેસ્ટિંગ માટે આક્રમક રીતે અભિયાન ચલાવવા કેન્દ્ર સરકારની સૂચના

ગુજરાત, રાજસ્થાન, મણિપુર અને હરિયાણામાં માં સ્થિતિ અંકુશ બહાર દેખાતાકેન્દ્ર ટીમ મોકલશે

  નવી દિલ્હી :દિલ્હી,દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસો વચ્ચે કેન્દ્ર સરકાર રાજ્યોમાં સ્વાસ્થ નિષ્ણાંતોની અળગ-અલગ ટીમ્સ મોકલવા પર વિચારણા કરી રહી છે. ચાર રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મણિપુર અને હરિયાણામાં માં સ્થિતિ અંકુશ બહાર દેખાતા કેન્દ્ર સરકારે આવી ટીમો મોકલી ચૂકી છે. વધી રહેલા કોરોના સંક્રમણના કેસોના સંદર્ભમાં કેન્દ્ર સરકાર રાજ્યોને સલાહ આપી હતી કે, ઠંડીમાં કેસ વધવાની આશંકાએ તપાસનો વિસ્તાર વધારે અને શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરે. રાજ્યોને ટેસ્ટિંગ માટે આક્રમક રીતે અભિયાન ચલાવવા માટે કેન્દ્રએ સૂચના આપી હતી, જેથી મોટા ભાગના કોરોનાથી સંક્રમિત લોકોની શરુઆતના સ્ટેજમાં જ ઓળખ કરી લેવાય. આવા કેસ પકડમાં ન આવતા સંક્રમણ બહોળી રીતે ફેલાવાની સંભાવના રહે છે.

  આ પહેલા ગુરુવારે કેન્દ્ર સરકાર હરિયાણા, ગુજરાત, રાજસ્થાન અને મણિપુર માટે સ્વાસ્થ નિષ્ણાંતોની ટીમ્સ રવાના કરી હતી, આ ટીમ્સ રાજ્યોના સૌથી વધુ પ્રભાવિત જીલ્લાઓ પર નજર નાખી, જરુરી ફેરફારો અંગે સૂચન કરશે.

(12:43 am IST)