Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

હરિયાણામાં 147 બાળકો કોરોના પોઝિટિવ આવતા ફફડી સરકાર : તમામ સ્કૂલો 30 નવેમ્બર સુધી બંધ

રાજ્યના શિક્ષણ વિભાગે 30 નવેમ્બર સુધી તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોને બંધ રાખવા આદેશ કર્યો

હરિયાણાની સ્કૂલોમાં આવેલા કોરોના કેસોને લઇને હરિયાણા સરકારે ગંભીરતા દર્શાવી છે. રાજ્યના શિક્ષણ વિભાગે  30 નવેમ્બર સુધી તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોને બંધ કરવાના આદેશ જાહેર કર્યા છે. હવે સ્કૂલોને ખોલવાને લઇને આગામી નિર્ણય 30 નવેમ્બરના સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

(9:15 pm IST)
  • આંધ્રમાં 25 સ્થળોએ સીબીઆઈ ત્રાટકી:આંધ્ર પ્રદેશમાં સીબીઆઈએ ૨૫ સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ ઓપરેશનમાં તેલુગુ દેશમ પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે access_time 11:12 pm IST

  • અમેરીકાના પ્રમુખપદની ચૂંટણીમાં અંતિમ આંકડાઓ બહાર આવી ગયા : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ અમેરીકાના પ્રમુખની ચૂંટણીમાં ઉભા રહેલા ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડનને ૩૦૬ મત મળ્યા છે જયારે રિપબ્લીકન પાર્ટીના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૨૩૨ મત મળ્યા છે. આમ જો બાઈડન ૭૪ મતથી વિજેતા થયા છે. જો કે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. access_time 11:25 am IST

  • શેરબજારમાં પ્રારંભે મોટો ઉછાળો : આજે સવારે શેરબજાર શરૂ થઈ ત્યારે સેન્સેકસમાં સીધો જ ૨૮૨ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. અને આંક ૪૩,૮૮૨ ઉપર પહોંચેલ. જયારે નિફ્ટી ૭૮ પોઇન્ટ વધીને ૧૨૮૫૦ના આંકે પહોંચી ગઈ હતી. access_time 12:52 pm IST