Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

WHOના નિવેદનથી ચિંતા વધી

રેમડેસિવિર દવાનો ઉપયોગ ન કરવા સલાહ

નવી દિલ્હી, તા.૨૦: કોરોના વાયરસ તહેવારોના ટાણે લોકોની બેદરકારીના લીધે વકરી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૫,૮૮૨ દર્દીઓ નોંધાયા છે.આ બાજુ વિશ્વ આરોગ્ય સંગઠને એક ચિંતાજનક સમાચાર આપ્યા છે. WHOની એક પેનલે કહ્યું કે ગિલિયડની દવા રેમડેસિવિરહોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-૧૯ દર્દીઓ માટે નથી, પછી ભલે તેઓ ગમે તેટલા બીમાર કેમ ન હોય.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૪૫,૮૮૨ નવા દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ૪,૪૩,૭૯૪ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જયારે ૮૪,૨૮,૪૧૦ દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાના લીધે ૫૮૪ દર્દીઓ જીવ ગુમાવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૩૨,૧૬૨ પર પહોંચ્યો છે.

કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે અને દુનિયાભરના લોકો રસીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠનની એક પનલે કહ્યું કે ગિલિયડની દવા રેમડેસિવિર હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-૧૯ દર્દીઓ માટે નથી, પછી ભલે તેઓ ગમે તેટલા બીમાર કેમ ન હોય.

પેનલે કહ્યું કે એ વાતના કોઈ પૂરાવા નથી કે જેનાથી ખબર પડે કે આ દવાથી દર્દીની હાલાત સારી થાય છે. ગાઈડલાઈનમાં કહેવાયું છે કે પેનલને એવા પૂરાવાની કમી દેખાઈ, જેમાં એવું કહેવાયું હોય કે રેમડેસિવિરે મૃત્યુદર ઓછો કર્યો અથવા તો વેન્ટિલેટરની જરૂરિયાત ઓછી કરી.

આ ગાઈડલાઈન દવા માટે મોટો ઝટકો છે. રેમડેસિવિરે પ્રાથમિક પરીક્ષણ બાદ આ વર્ષે ઉનાળામાં કોવિડ-૧૯ માટે સંભવિત પ્રભાવી ઉપચાર તરીકે દુનિયાભરમાં ધ્યાન આકર્ષિત કર્યું અને કેટલાક વાયદા પણ દેખાડ્યા હતા.

ઓકટોબરના અંતમાં ગિલિયડે પોતાના ૨૦૨૦ના Revenue forecastમાં કાપ મૂકયો હતો અને રેમડેસિવિરના વેચાણની ભવિષ્યવાણીની અપેક્ષા ઓછી માગણી અને મુશ્કેલીઓનો હવાલો આપ્યો હતો. એન્ટીવાયરલ દવા દુનિયાભરમાં કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર માટે અધિકૃત માત્ર બે દવાઓમાંથી એક છે. પરંતુ સોલિડેરિટી ટ્રાયલ તરીકે જાણીતા WHOના નેતૃત્વવાળા પરીક્ષણે ગત મહિને દેખાડ્યું હતું કે ૨૮ દિવસના મૃત્યુદર કે લંબાઈ પર તેનો ઓછો કે કોઈ પ્રભાવ નહતો.

રેમડેસિવિર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કોરોના વાયરસના સંક્રમણની સારવાર માટે ઉપયોગમાં લેનારી દવાઓમાંથી એક હતી અને છેલ્લા અભ્યાસોમાં જોવા મળ્યું હતું કે આ દવા રિકવરીના સમયમાં કમી લાવતી હતી. આ દવા ૫૦થી વધુ દેશોમાં કોવિડ-૧૯ ઉપચાર તરીકે ઉપયોગમાં લેવા માટે અધિકૃત છે. ગિલિયડે સોલિડેરિટી ટ્રાયલના પરિણામો પર સવાલ ઉઠાવ્યા છે.

WHOના દિશાનિર્દેશ વિકાસ સમૂહ (GDG) પેનલે કહ્યું કે તેની ભલામણ એક પુરાવાની સમીક્ષા પર આધારિત હતી. જેમાં કોવિડ-૧૯ના સાથે હોસ્પિટલમાં દાખલ ૭૦૦૦થી વધુ દર્દીઓને સામેલ કરનારા ચાર International randomized trialsના ડેટા સામેલ હતા. પુરાવાની સમીક્ષા કર્યા બાદ પેનલે કહ્યું કે, એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રેમડેસિવિરના રોગીઓ માટે મૃત્યુદર કે અન્ય મહત્વપૂર્ણ પરિણામો પર કોઈ સાર્થક પ્રભાવ નથી અને તે પ્રશાસન માટે મોંદ્યી અને જટિલ છે.

(3:31 pm IST)
  • ગુજરાત પ્રદેશ ભાજપના માળખાની આજે જાહેરાત થવા સંભાવના access_time 4:24 pm IST

  • શેરબજારમાં પ્રારંભે મોટો ઉછાળો : આજે સવારે શેરબજાર શરૂ થઈ ત્યારે સેન્સેકસમાં સીધો જ ૨૮૨ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. અને આંક ૪૩,૮૮૨ ઉપર પહોંચેલ. જયારે નિફ્ટી ૭૮ પોઇન્ટ વધીને ૧૨૮૫૦ના આંકે પહોંચી ગઈ હતી. access_time 12:52 pm IST

  • ફેબ્રુઆરીમાં મેડિકલ કર્મચારી અને સિનિયર સિટીઝન માટે તથા એપ્રિલમાં દેશભરની પ્રજા માટે ઓકસફર્ડ કોરોના વેકસીન મળતી થઈ જશે : ભારતમાં ઓકસફર્ડ કોવિડ વેકિસન કોરોના વોરિયર્સ/ હેલ્થ કેર કર્મચારીઓ તથા સિનિયર સિટીઝનોને ૨૦૨૧ના ફેબ્રુઆરી આસપાસ મળતી થઈ જશે. જયારે દેશની સામાન્ય પ્રજા માટે એપ્રિલ સુધીમાં ઓકસફર્ડ કોરોના વેકિસન મળવા લાગશે. તેના બે ડોઝની વધુમાં વધુ કિંમત ૧૦૦૦ રૂપિયા આસપાસ રહેશે તેમ સિરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પુનાવાલાએ કહ્યું છે. access_time 12:52 pm IST