Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

દિવાળીએ અયોધ્યા બાદ દેવદિવાળીએ વારાણસી દીવાના પ્રકાશથી ઝળહળશે

૮૪ ઘાટ ૧૫ લાખ દિવડાઓ સાથે લેઝર શો અને કાશી મહિમા, શિવ મહિમા, ગંગા વંશ વગેરેનું થશે ભવ્ય આયોજન : રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહે તેવી સંભાવના

 લખનઉ : દેવ દિવાળી એ કાર્તિક પૂર્ણિમાનો તહેવાર છે જે ઉત્ત્।ર પ્રદેશના વારાણસીમાં ઉજવાય છે. આ શહેર કાશીની સંસ્કૃતિ અને પરંપરા છે, જે દિવાળીના પંદર દિવસ પછી ઉજવવામાં આવે છે. એમ તો કાશીની દેવ દિવાળી સંપૂર્ણ વિશ્વમાં પ્રસિદ્ઘ છે. યોગી સરકારે અયોધ્યામાં દિવાળીના અવસર પર ભવ્ય દીપોત્સવનું આયોજન કર્યા બાદ હવે કાશીની દેવ દિવાળી ભવ્ય રીતથી મનાવશે. ૩૦ નવેમ્બર એટલે કાર્તિકી પૂનમના દિવસે વારાણસીના ૮૪ ઘાટને ૧૫ લાખ દિવડાઓથી પ્રગટાવવામાં આવશે તેમજ ગંગા નદીમાં પાણીની લહેરો પર લેઝર શો અને પ્રોજેકટરના માધ્યમથી કાશીની મહિમા, શિવાની મહિમા અને ગંગા વંશ વગેરેનું ભવ્ય પ્રદર્શન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉત્ત્।રપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાગ લે તેવી સંભાવના છે.

૧૫ લાખથી વધુ દીવડાઓથી શણગારવામાં આવશે કાશી ઘાટ ઉત્ત્।રપ્રદેશ પર્યટન વિભાગના સંયુકત નિર્દેશક અવિનાશ મિશ્રાએ કહ્યું હતું કે, આ વખતે દેવ દિવાળીમાં ૧૫ લાખથી વધુ દીવડાઓથી કાશી દ્યાટ શણગારવામાં આવશે. આ વર્ષે દેવ દિવાળીના પ્રસંગે વિશાળ પ્રકાશ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. દેવ દિવાળીના દિવસે ૨૦-૨૫ ઘાટો પર મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. અહીં આવનારા પર્યટકો પણ આ આખો કાર્યક્રમ બોટ દ્વારા જોઈ શકશે. પાછલા વર્ષો ઉપરાંત પ્રવાસીઓને આ વખતે દ્યણી બધી નવી વસ્તુઓ જોવા મળશે. તો સાથે જ કોવિડ -૧૯ને ધ્યાનમાં રાખીને ગંગા આરતીમાં પણ સોશિયલ ડીસ્ટેન્સિંગનું પાલન અને અંતર જાળવી રાખવાની સંપૂર્ણ વ્યવસ્થા રહેશે.

ગત વર્ષે ૧૦ લાખ દીવડાઓથી શણગારવામાં આવી હતી ગત્ત્। વર્ષની તુલનામાં આ વર્ષે દ્યાટ પર દીવડાઓની સંખ્યા વધુ રહેશે અને ગંગા ઘાટ ઝળહળી ઉઠશે. ગત વર્ષે દસ લાખ દીવડાઓથી કાશીના દ્યાટને શણગારવામાં આવ્યો હતો,જયારે આ વખત ૧૫ લાખથી વધુ દીવડા પ્રગટાવવામાં આવશે.જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતું કે, સરકારની ઈચ્છા છે કે, દેવ દિવાળી વધુ સુંદર અને આકર્ષક ઉજવવામાં આવે. કાશીની દેવ દિવાળીમાં પણ અયોધ્યા જેવી ભવ્ય પ્રસંગ યોજવામાં આવે,જેના માટે સરકારે વિશેષ તૈયારીઓ કરવા પણ નિર્દેશ આપ્યો છે. 

(2:48 pm IST)