Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રાજકોટમાં કોરોના કહેર યથાવત

આજે બપોર સુધીમાં ૩૭ કેસઃ કુલ આંક ૧૦ હજારને આંબશે

આજ સુધીમાં કુલ ૪૦ હજાર ટેસ્ટઃ ૯૧ હજાર સાજા થયાઃ રિકવરી રેટ ૯૧.૮૫ ટકા અને પોઝિટીવીટી રેટ ૨.૪૭ ટકા

રાજકોટ, તા. ૨૦ :. શહેરમાં ફરી કોરોના સંક્રમણ વધવા લાગ્યુ છે. જેના કારણે છેલ્લા અઠવાડિયાથી રોજના ૮૦ થી ૯૦ કેસ આવવા લાગ્યા છે. આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૩૭ નવા કેસ નોંધાતા હવે શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ કેસનો આંક ૧૦ હજારે પહોંચવાની તૈયારીમાં છે.

આ અંગે મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ સત્તાવાર જાહેર કર્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નવા ૩૭ કોરોના પોઝિટીવ નોંધાતા રાજકોટમાં આજ સુધીમાં કુલ ૯૯૭૩ જેટલા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.

તેની સામે આજ સુધીમાં કુલ ૯૧૨૭ વ્યકિતઓએ કોરોનાને હરાવ્યો છે. આથી રિકવરી રેટ ૯૧.૮૫ ટકા સુધીનો છે જે રાહતની બાબત છે.

જો કે છેલ્લા અઠવાડિયાથી કેસ વધતા પોઝિટીવીટી રેટ ૨.૪૭ ટકા થયો છે.

નોંધનીય છે કે શહેરમાં આજ સુધીમાં કુલ ૪૦૧૭૯૯ જેટલા વ્યકિતઓનો કોરોના ટેસ્ટ થઈ ગયો છે.

(2:43 pm IST)