Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ચેન્નાઇ સ્થિત નિસાન રેનો ફાઇનાન્સિયલ સર્વિસિસ ઈન્ડિયાને રિઝર્વ બેન્ક દ્વારા 5 લાખનો દંડ ફટકારાયો

આરબીઆઇની સૂચનાનું પાલન કર્યું ન હતું.જે માટે દંડ ફટકારવામાં આવ્યો

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંક(RBI) એ નિસાન રેનો ફાઇનાન્સિયલ સર્વિસિસ ઈન્ડિયાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચેન્નાઈ સ્થિત કંપનીએ RBI ની સૂચનાનો અનાદર કર્યો હતો. આદેશનું પાલન ન કરવા બદલ 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. RBIના જણાવ્યા અનુસાર Non - Banking Financial Company (NBFC) એ કોડમાં આપેલી સૂચનાનું પાલન કર્યું ન હતું.જે માટે દંડ ફટકારવામાં આવ્યો છે

આ દંડ સિસ્ટમેટીકલી ઇમ્પોર્ટેડ નોન-ડિપોઝિટ ટેકિંગ કંપની એન્ડ ડિપોઝીટ ટેકિંગ કંપની નિર્દેશ ૨૦૧૬ નું પાલન ન કરવા માટે લાગુ કરવામાં આવ્યું છે. કાનૂની નિરીક્ષણમાં સામે આવ્યું કે, 31 માર્ચ 2019 ના રોજ કંપનીની નાણાકીય સ્થિતિમાં RBIની સૂચનાનું પાલન ન થયું હતું. કાર્યવાહી પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી, અને કંપનીને જવાબ રજૂ કરવા કહેવામા આવ્યું હતું પરંતુ , પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજો અને જવાબોથી બચાવ થયો ન હતો. RBIએ નિર્ણય લીધો કે ચાર્જની પુષ્ટિ થી રહી છે અને નાણાકીય દંડ લાગુ કરવામાં આવ્યો.

(12:19 pm IST)