Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોરોના વેકસીનનાં બે ડોઝની કિંમત હશે રૂ.૧૦૦૦

એપ્રિલ ૨૦૨૧ પહેલા લોકો માટે ઉપલબ્ધ બનશેઃ પુનાવાલા

નવી દિલ્હી, તા.૨૦: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર ભયંકર રીતે ફેલાવવાનું શરૂ થઈ ગયું છે. સ્થિતિ એ હદે વકરી છે કે, દેશમાં કોરોનાના દર્દ્દીઓની સંખ્યા ૯૦ લાખને પાર પહોંચી ગઈ છે. આ મહામારીના ખાતમાને લઈને સૌથી મોટી આશા એવી કોરોના વેકસીન ને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. વેકસીન બનાવતી કંપનીએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે કોરોનાની વેકસીન ૨૦૨૧ના ફેબ્રુઆરી મહિના સુધીમાં જ આવી જશે. તેમણે કોરોનાની વેકસીનની અંદાજીત કિંમત પણ જાહેર કરી દીધી હતી.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO આદર પૂનાવાલાએ કહ્યું હતું કે, સ્વાસ્થ્યકર્મીઓ, વૃદ્ઘો માટે ઓકસફોર્ડ કોરોનાની વેકસીન આગામી વર્ષે ફેબ્રુઆરી મહિના સુધી બજારમાં લાવી દેશે. જયારે દેશના તમામ નાગરિકો માટેની વેકસીન એપ્રિલ મહિના સુધીમાં આવી જશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO આદર પૂનાવાલાએ કહ્યું હતું કે, દેશના સામાન્ય લોકો માટે જરૂરી એવા વેકસીનના બે ડોઝની મહત્તમ કિંમત ૧ હજાર રૂપિયા હશે પણ ટેસ્ટના અંતિમ પરિણામો અને નિયામકની મંજુરી પર બધુ નિર્ભર રહેશે. પૂનાવાલાએ એક એક કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું કે, ૨૦૨૪ સુધી દરેક ભારતીયને વેકસીન લાગી ચુકી હશે.

આદર પૂનાવાલાએ કહ્યું હતું કે, ભારતના દરેક વ્યકિતને કોરોનાની રસી લગાવવામાં બે કે ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. તે પણ પુરવાઠાની ઉણપ નહીં પણ આર્થિક બજેટ, રસી, જરૂરી સામાન, માળખાગત સુવિધાની જરૂર છે અને ત્યાર બાદ આ રસી માટે લોકોને રાજી કરવા એ પણ એક મોટો પડકાર બની રહેશે. આ રસી ૮૦ થી ૯૦ ટકા લોકોને કોરોનાની વેકસીનની જરૂર પડશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે, ભારતમાં વેકસીનની વહેંચણી વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવશે. આપણા દેશની વસ્તી ૧૩૫ કરોડ છે. આટલી મોટી વસ્તી માટે આટલા મોટા પ્રમાણમાં વેકસીન પુરી પાડવી રસળ નહીં રહે. જુલાઈથી ઓગષ્ટ ૨૦૨૧ સુધી આપણી પાસે ૪૦૦-૫૦૦ મિલિયન વેકસીનના ડોઝ ઉપલબ્ધ હશે. હજી અનેક કંપનીઓમાં વેકસીનનું કિલનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.

(9:49 am IST)