Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

વિધાનસભા ચૂંટણી સંપન્ન થવા સુધી દર મહિને પશ્ચિમ બંગાળ આવશે જે.પી. નડ્ડા અને ગૃહમંત્રી અમિતશાહ : પશ્ચિમ બંગાળ બીજેપી પ્રમુખ દિલીપ ઘોષ

નવી દિલ્‍હી : પશ્ચિમ બંગાળ બીજેપી પ્રમુખ દિલીપ ઘોષએ કહ્યું ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી પ્રમુખ જે.પી. નડ્ડા વિધાનસભા ચૂંટણી સંપન્ન થવા સુધી દર મહિને રાજયની મુલાકાતે આવશે ઘોષએ કહ્યુ઼ એમની નિયમિત મુલાકાતથી પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્‍સાહ આવશે. લોકોની જે આકાંક્ષાઓને કોંગ્રેસ ટીએમસી સીપીએમ નથી પુરી કરી શકી એને બીજેપી પુરી કરશે.

(12:00 am IST)
  • અમેરીકાના પ્રમુખપદની ચૂંટણીમાં અંતિમ આંકડાઓ બહાર આવી ગયા : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ અમેરીકાના પ્રમુખની ચૂંટણીમાં ઉભા રહેલા ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડનને ૩૦૬ મત મળ્યા છે જયારે રિપબ્લીકન પાર્ટીના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૨૩૨ મત મળ્યા છે. આમ જો બાઈડન ૭૪ મતથી વિજેતા થયા છે. જો કે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. access_time 11:25 am IST

  • ફેબ્રુઆરીમાં મેડિકલ કર્મચારી અને સિનિયર સિટીઝન માટે તથા એપ્રિલમાં દેશભરની પ્રજા માટે ઓકસફર્ડ કોરોના વેકસીન મળતી થઈ જશે : ભારતમાં ઓકસફર્ડ કોવિડ વેકિસન કોરોના વોરિયર્સ/ હેલ્થ કેર કર્મચારીઓ તથા સિનિયર સિટીઝનોને ૨૦૨૧ના ફેબ્રુઆરી આસપાસ મળતી થઈ જશે. જયારે દેશની સામાન્ય પ્રજા માટે એપ્રિલ સુધીમાં ઓકસફર્ડ કોરોના વેકિસન મળવા લાગશે. તેના બે ડોઝની વધુમાં વધુ કિંમત ૧૦૦૦ રૂપિયા આસપાસ રહેશે તેમ સિરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પુનાવાલાએ કહ્યું છે. access_time 12:52 pm IST

  • વિશ્વ સુપ્રસિદ્ધ શ્રી અક્ષરધામ મંદિર બંધ રહેશે : અમદાવાદ શહેરમાં હવે કોરોના વાયરસનું સંક્રમણમાં બેફામ વધારો થયો હોય અમદાવાદ શહેરમાં તા.૨૦થી ૨૩ નવેમ્બર સુધી કર્ફયુ જાહેર કરેલ હોય જેના અનુસંધાને સૌની સલામતી જળવાય એ હેતુ સાથે ગાંધીનગરમાં આવેલ સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પણ આ દિવસો દરમિયાન બંધ રહેશે access_time 11:25 am IST