Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મહારાષ્ટ્રમાં સરકાર રચવા કોંગ્રેસ-એનસીપી નેતાઓ વચ્ચે મુલાકાત છતાં સરકાર રચવા કોઈ નિર્ણય નહીં

પૃથ્વીરાજ ચોહાણે કહ્યું હતું કે અમારી વચ્ચે સકારાત્મક વાત થઇ અને હજુ વાતચીત ચાલશે

 

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને  શિવસેના-એનસીપી-કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચા વચ્ચે આજે દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે બેઠક બાદ કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચોહાણે કહ્યું હતું કે અમારી વચ્ચે સકારાત્મક વાત થઈ છે. જોકે પૃથ્વીરાજ ચૌહાણે શિવસેના સાથે ગઠબંધન પર સહમતિને લઈને કોઈ સચોટ જવાબ આપ્યો નહોતો.

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને  દિલ્હીમાં કોંગ્રેસ અને એનસીપી નેતાઓ વચ્ચે મુલાકાત થઇ. તેમાં અહેમદ પટેલ, વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે, .કે.એન્ટની અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ ઉપસ્થિત હતા.બેઠક બાદ કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું હતું કે, કોંગ્રેસ એનસીપી વચ્ચે આજે લાંબી અને સકારાત્મક વાતચીત થઇ. વાતચીત આગળ પણ ચાલુ રહેશે. મને આશા છે કે અમે ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં એક સ્થિર સરકાર બનાવવામાં સફળ થઇશું

પૃથ્વીરાજ ચવાણે ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્રમાં ચાલી રહેલી અસ્થિરતા અને સરકાર રચવાને લઈ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ. હજી પણ મામલે વાતચીત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં એક સ્થિર સરકારની જરૂર છે. છેલ્લા 20 દિવસથી રાજ્યમાં અસ્થિરતા વ્યાપેલી છે. હજી સરકાર રચવાને લઈને કેટલાક મુદ્દે વાતચીત બાકી છે, જેના પર આજ કે કાલ સુધીમાં ચર્ચા થશે. .

(12:37 am IST)