Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

પ્રખ્યાત થવા માટે એમપીના બે યુવકોએ પિસ્તોલ ખરીદી બનાવ્યો ટિક-ટોક વિડીયોઃ ધરપકડ થઇ

     મંદસૌર ( મધ્યપ્રદેશ) માં બે યુવકોએ બાઇક સવારીકરતા પિસ્તોલની સાથે  ટિકટોક વીડિયો બનાવવા પર ધરપકડ કરવામાં આવી છે.

એક યુવકએ જણાવ્યું કે બંનેએ રૂ.રપ૦૦૦ માં પિસ્તોલ ખરીદી અને પ્રખ્યાત થવા માટે વિડીયો બનાવ્યો હતો.

એમણે કહ્યું છોકરાઓને કહેવા માગું છું કે  મારી કારકીર્દિ ખરાબ થઇ ચુકી છે તે પોતાની કારકીર્દિ ખરાબ ન કરે.

એસ પી એ કહ્યું બંને યુવકો પાસેથી એક પિસ્તોલ, કારતૂસ, અને બાઇક જપ્ત કરવામાં આવેલ છે. સ્કૂલ કોલેજના બાળકો આવી આપતિજનક પોષ્ટ ન કરે.

(12:17 am IST)