Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

દુનિયાની સૌથી નાના કદની મહિલા જયોતિના ઘરેથી રુ. ૬૦૦૦૦ ના દાગીના અને રોકડની ચોરી થઇ

નાગપુર ( મહારાષ્ટ્ર ) માં મંગળવારના દુનિયાની સૌથી નાના કદની મહિલા જયોતિ આમગેના ઘરમાં ઘૂસીને ચોરોએ ૩ સોનાની અંગૂઠી અને રૂ. ૧પ૦૦૦ રોકડા (કુલ રૂ. ૬૦૦૦૦) ચોરી લીધા.

પોલીસએ કહ્યું જયારે મોડી રાત્રે ભાઇ અને ભાભી ઘર બંધ કરી અમેરિકાથી આવી રહેલ જયોતિ અને માતા-પિતાને લેવા માટે એરપોર્ટ ગયેલા ત્યારે ચોરોએ ઘટનાને અંજામ આપ્યો હતો.

(11:49 pm IST)
  • સાવરકરને ભારતરત્ન આપવો જોઈએ : અનેકવિધ અટકળો પછી શિવસેનાના સંજય રાઉતે જાહેર કર્યું છે કે વીર સાવરકરને ભારત રત્ન આપવાની વાતને તેઓ આજે પણ સમર્થન કરે છે,શિવસેનાએ ઢંઢેરામાં આ વાતનું વચન આપવામાં આવેલ access_time 9:06 pm IST

  • પાકિસ્તાને ભારત સાથે અંશતઃ પોસ્ટલ સેવા ફરી શરૂ કરી : પાકિસ્તાને પોતાની ભુલ સુધારતા ત્રણ મહિના સુધી પોસ્ટલ સર્વિસ અટકાવી રાખ્યા બાદ ભારત સાથે ટપાલ સેવા ફરીથી શરૂ કરી છે. જોકે પેકેજ-પાર્સલો બંધ રાખ્યા છે. ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરાયા બાદ પાકિસ્તાને બંને દેશ વચ્ચે પોસ્ટલ સેવા બંધ કરી હતી. access_time 11:33 am IST

  • નોટબંધી સમયે સરકારે બહાર પડેલી 2000 રૂપિયાની નોટોનો 31 ટકા જથ્થો જ ચલણમાં : 2017 ની સાલમાં આ પ્રમાણ 50 ટકા હતું : ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની રેડમાં બેહિસાબી નાણાં તરીકે ઝડપાયેલી 2 હજાર રૂપિયાની નોટો સરકારના કબ્જામાં હોવાથી ઉપરાંત RBI તરફથી ઓછો જથ્થો મોકલતો હોવાથી શોર્ટેજ : પાર્લામેન્ટમાં નાણામંત્રીની સ્પષ્ટતા access_time 12:55 pm IST