Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી નેતાઓની બેઠક શરદ પવારના નિવાસ સ્થાને મિટિંગમાં ચર્ચા

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, કે.સી.વેણુગોપાલ, અહેમદ પટેલ, જયરામ રમેશ, પૃથ્વીરાજ ચવ્હાણ અને નસીમ ખાને ખાસ હાજર

દિલ્હી : મહારાષ્ટ્રમાં નવી સરકારના સંગઠન મુદ્દે દિલ્હીમાં કોંગ્રેસ અને એનસીપી નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. પરંતુ સરકાર બનાવવા અંગે કોઇ ઉકેલ નિકળી શક્યો નથી. આ બેઠક બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું કે, બંન્ને પાર્ટીઓના નેતાઓ વચ્ચેની બેઠક હકારાત્મક રહી. આ દરમિયાન મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન ખતમ કરવા અંગેની ચર્ચા થઇ. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, હાલ નવી સરકારની રચનાને લઇને કેટલીક ચોક્કસ વાતો બાકી છે.

   આ બેઠકમાં NCP નેતા શરદ પવારના નિવાસ સ્થાને બંન્ને પાર્ટીઓ વચ્ચે સંગઠન કાર્યક્રમ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, કે.સી.વેણુગોપાલ, અહેમદ પટેલ, જયરામ રમેશ, પૃથ્વીરાજ ચવ્હાણ અને નસીમ ખાને ખાસ હાજર રહ્યા હતા.

   આ મીટિંગમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ લેપટોપ પર ટાઇપ કરતા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓને મહારાષ્ટ્રમાં નવી સરકાર માટે લેવાના કરાર હેઠળ બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની જવાબદારી મળી છે.

(9:45 pm IST)