Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

૨૦૧૦ બાદથી અમેરિકામાં ભારતીયમાં ૪૯ ટકા વધારો

૨૦૧૮માં ભારતીયો ૨.૭ મિલિયન નોંધાઈ ગયા :૨૦૧૦ બાદ અમેરિકામાં રહેલા ભારતીયોની સંખ્યા નવ લાખથી વધુ : ચીની લોકોની સંખ્યા ૩૨ ટકા વધી : રિપોર્ટ

નવીદિલ્હી, તા. ૨૦ : વર્ષ ૨૦૧૦ બાદથી અમેરિકામાં રહેતા ભારતીયોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થયો છે. ભારતીયોની સંખ્યામાં ૪૯ ટકા સુધીનો વધારો ૨૦૧૦ બાદથી થઇ ચુક્યો છે. ૨૦૧૦માં ભારતીયોની સંખ્યા ૧.૮ લાખ હતી જે ૨૦૧૮માં ૨.૭ લાખ થઇ ગઇ છે.  અમેરિકા હજુ પણ ભારતીયોના મામલામાં ફેવરિટ સ્થળ તરીકે છે. જો કે, નવા માઇગ્રન્ટની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પહેલી જુલાઈ ૨૦૧૮ સુધી અમેરિકાની વસતી મુજબના ડેટામાં અભ્યાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમેરિકન કોમ્યુનિટી સર્વે મુજબ પહેલી જુલાઈ ૨૦૧૮ સુધી અમેરિકામાં વિદેશી વસતીઓની કુલ સંખ્યા અમેરિકાની કુલ ૩૨૭ મિલિયનની વસતી સામે ૧૩.૭ ટકા અથવા તો ૪૪.૭ મિલિયનની નોંધાઈ હતી.

             અગાઉના વર્ષમાં વિદેશમાં જન્મેલા લોકોની સંખ્યામાં વધારો માત્ર ૦.૪ ટકા સુધી વધ્યો છે. જો કે, ૨૦૧૦ની સરખામણીમાં વિદેશમાં જન્મેલા વસતીની કુલ સંખ્યા ૪૦ મિલિયન રહી છે. જે ૧૧.૮ ટકાનો વધારો દર્શાવે છે. અમેરિકા સ્થિત થિંકટેંક સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડી દ્વારા રિસર્ચ રિપોર્ટમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલી જુલાઈ ૨૦૧૮ના આંકડા મુજબ ભારતથી મૂળભૂતરીતે વસતી ૨.૬૫ મિલિયન સુધીની રહેલી છે. અગાઉના વર્ષમાં ૨.૬૧ મિલિયનના આંકડામાં તેમાં ૧.૫ ટકાનો વધારો થયો છે. જુલાઈ ૨૦૧૮ના આંકડા મુજબ કુલ વિદેશી લોકોની કુલ સંખ્યામાં ભારતની સંખ્યા ૫.૯ ટકાની આસપાસની છે. ૨૦૧૦ અને ૨૦૧૮ વચ્ચે ભારતથી પહોંચેલા લોકોની સંખ્યા ૮.૭ લાખ સુધી વધી છે અથવા તો ૪૯ ટકા સુધી વધી છે. ૧૯૯૦માં ૪.૫ લાખ વ્યક્તિગતો ભારતમાં જન્મસ્થળ ધરાવતા હતા. આ સંખ્યા ૨૦૧૮ સુધીની તારીખમાં ૪૮૯ ટકા સુધી વધી છે. અમેરિકાની વસતી ગણતરી સાથે સંબંધિત બોર્ડ દ્વારા નવી વિગતો અપાઈ છે.

(7:39 pm IST)