Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

બિઝનેસ પર્સન ઓફ દ યરમાં ભારતીય મૂળના પણ ત્રણ ઇન

સત્ય નાડેલા, અજય બગ્ગા અને જયશ્રી ઉલ્લાલ સામેલ : સત્યા નાડેલા પ્રથમ સ્થાન ઉપર હોવાથી ઉત્સુકતા વધી

નવી દિલ્હી, તા.૨૦ : ફોર્ચ્યુનની ૨૦૧૯ની બિઝનેસ પર્સન ઓફ દ યર યાદીમાં ત્રણ ભારતીય મૂળના લોકોને જગ્યા આપવામાં આવી છે. ભારતીય મૂળના જે ત્રણ લોકો ફોર્ચ્યુનની બિઝનેસ પર્સન ઓફ દ યરની યાદીમાં સામેલ થયા છે તેમાં માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલા, માસ્ટર કાર્ડના સીઈઓ અજય બગ્ગા અને રિસ્ટાના પ્રમુખ જયશ્રી ઉલ્લાલનો સમાવેશ થાય છે. આ યાદીમાં સત્ય નાડેલા પ્રથમ સ્થાને છે. અજય બગ્ગા આઠમાં અને જયશ્રી ઉલ્લાલ ૧૮માં સ્થાને છે. ફોર્ચ્યુન યાદીમાં કારોબાર જગતના ૨૦ દિગ્ગજોને સામેલ કરવામાં આવ્યા છે. આ લોકોએ સાહસિક લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. અશક્ય દેખાતી પરિસ્થિતિનો ઉકેલ શોધી કાઢ્યો છે. સાથે સાથે ઇનોવેટિવ સમાધાન પણ શોધી કાઢ્યા છે. યાદીમાં પ્રથમ સ્થાન પર સત્ય નાડેલા છે જે ૨૦૧૪માં માઇક્રોસોફ્ટના પ્રમુખ બન્યા હતા. ફોર્ચ્યુને યાદી તૈયાર કરતી વેળા ૧૦ નાણાંકીય ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમાં શેર ધારકોને રિટર્નથી લઇને મૂડી ઉપર રિટર્ન સામેલ છે. નાડેલાના સંદર્ભમાં ફોર્ચ્યુને લખ્યું છે કે, ૨૦૧૪માં જ્યારે તેમને કંપનીની જવાબદારી સોંપવામાં આવી ત્યારે તેઓ બિલ ગેટ્સ જેવા સ્થાપક ન હતા. સાથે સાથે પોતાના પૂર્વગામી સ્ટિવ બામર જેવા મોટા વ્યક્તિત્વ પણ ધરાવતા ન હતા. આ યાદીમાં પર્થની કંપની ફોર્ટેસક્યુ મેટલ્સના એલિઝાબેથ બીજા સ્થાને અને પ્યુમાના સીઈઓ બ્યોર્ન ગોલ્ડન પાંચમાં સ્થાને છે. જેપી મોર્ગનના સીઈઓ જેમી ડિયોન ૧૦માં સ્થાને અને એક્સસેન્સરના સીઈઓ જુલી સ્વિટ ૧૫માં સ્થાને અને અલીબાબાના સીઈઓ ડેનિયલ ઝાંગ ૧૬માં સ્થાને છે. સમગ્ર યાદી જારી કરવામાં આવ્યા બાદ આને લઇને ચર્ચા જોવા મળી રહી છે. ભારતીય મૂળના ત્રણ ટોપ કારોબારી આમા સામેલ કરવામાં આવતા આને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. ફોર્ચ્યુને યાદી તૈયાર કરતી વેળા શેર ધારકોને રિટર્નથી લઇને મૂડી પર રિટર્નની બાબતને આવરી લીધી છે. સત્ય નાડેલા દુનિયાભરમાં જોરદાર પ્રતિષ્ઠા ધરાવે છે. વિશ્વના શ્રેષ્ઠ સીઈઓમાં તેઓ સ્થાન ધરાવે છે. ફોર્ચ્યુન દ્વારા હંમેશા આ પ્રકારની યાદી જારી કરવામાં આવે છે.

બિઝનેસ પર્સન ઓફ યર

નવીદિલ્હી, તા. ૨૦ : ફોર્ચ્યુનની બિઝનેસ પર્સન ઓફ દ યર યાદીમાં ભારતીય મૂળના ત્રણ કારોબારીઓનો સમાવેશ કરાયો છે. ફોર્ચ્યુનની યાદીમાં કોણ કયા નંબરે છે તે નીચે મુજબ છે.

નામ................................................................ ક્રમ

સત્ય નાડેલા (માઈક્રોસોફ્ટ)........................... પ્રથમ

એલિઝાબેથ ગેન્સ (ફોર્ટેસક્યુ)......................... બીજા

બ્યોર્ન ગોલ્ડન (પ્યુમા)................................ પાંચમાં

અજય બગ્ગા (માસ્ટરકાર્ડ)............................... ૮માં

જેમી ડિમોન (જેપી મોર્ગન)........................... ૧૦માં

જુલી સ્વિટ (એક્સેંચર)..................................... ૧૫

જયશ્રી ઉલ્લાલ (અરિસ્ટા)............................. ૧૮મા

(7:38 pm IST)