Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

૮ ટકા જીએસટી સ્લેબ ઉપર મોદી સરકાર સક્રિય પણે કામ કરી રહી છે? ૫ અને ૧૨ ટકાના સ્લેબને એકબીજામાં મર્જ કરી દેવાશે

રાજકોટઃ કેન્દ્ર સરકાર ૮ ટકા ના નવા જીએસટી સ્લેબ લાગુ કરવા અંગે સક્રિય વિચારણા કરી રહી છે. ઉપરાંત પ અને ૧૨ ટકાના સ્લેબને એકબીજામાં મર્જ ભેળવી દેવાશે તેમ ન્યુઝ ફર્સ્ટના હેવાલ જણાવે છે.

સરકારી પેનલ આ દરખાસ્ત ઉપર જીએસટી કાઉન્સીલની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આવકની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવ્યા પછી નિર્ણય લેવાશે.

અત્યારે જીએસટીના સ્લેબમાં નીચે મુજબ સ્થિતિ છે.

 ૦ ટકા ૧૮૩ આઇટમ  ૫ ટકા ૩૦૮ આઇટમ

 ૧૨ ટકા ૧૭૮ આઇટમ ૧૮ ટકા ૫૧૭ આઇટમ

(4:16 pm IST)