Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ટીપુ સુલ્તાનઃમૈસુરના સિંહ તરીકે પ્રખ્યાત

ટીપુ સુલતાનનો જન્મ ર૦ નવેમ્બર ૧૭૫૦ એ કર્ણાટકના દેવનાહલ્લી (યુસુફાબાદ)માં થયો હતો. તેમનું પુરુ નામ સુલતાન  ફતેહઅલીખાન સાહાબ હતું. તેમના પિતાનું નામ હૈેદરઅલી અને માતાનું નામ    ફકરૂન્સિા હતુ. તેમના પિતા મૈસૂર સામ્રાજયના સેનાપત્ત્િ।  હતા. જે પોતાની તાકાતથી ૧૭૬૧માં મૈસુર સામ્રાજયના શાસક બન્યા. ટીપુ સુલતાનને મૈસૂરના સિંહ નામે પણ ઓળખવામાં આવતા હતા. યોગ્ય શાસક સાથે ટીપુ એક વિદ્વાન, કુશળ, યોગ્ય સેનાપતિ અને કવિ પણ હતા.

ટીપુ સુલતાને હિન્દુ મંદીરોને ભેટો રજુ કરી મેલકોટના મંદિરમાં સોના અને ચાંદીના વાસણ છે જેના શિલાલેખ બતાવે છે કે આ ટીપુએ ભેટ આપ્યા હતા અને કલોલના લશ્મીકાંત મંદિરને ચાર રજત કપ ભેટ સ્વરૂપ આપ્યા હતા.

 ટીપુ સુલતાને પોતાની જાગીરના મંદિરનેે ૩૪ દાનની સનદ જાહેર કરી. આમાંથી ઘણાને ચાંદી અને સોનાની થાળીની ભેટો આપી હતી.  નનજનગુડે જ નનજુનદેશ્વર મંદિરને ટીપુએ એક શિવલિંગ ભેટ કયું.   નનજનગુડના શ્રીકાંતેશ્વર મંદિરમાં ટીપુનો આપેલ એક રતનજડિત કપ છે. શ્રીરંગપટનાના રંગનાથ મંદીરને ટીપુએ સાત ચાંદીના કપ અને એક રજત કપૂર જયલિકાત (જયોતી) આપી હતી.

 ૧૮મી સદીના ઉત્ત્।રાર્ધમાં ટીપુ એક એવા મહાન શાસક હતા જેમણે અંગ્રેજોને ભારતથી કાઢવાના  પ્રયત્નો કર્યા, પોતાના પિતા હૈદરઅલી પછી ૧૭૮૨માં ટીપુ સુલતાન મૈસુરની ગાદી પર બેઠા. પોતાના પિતાની જેમ જ તે અત્યાધિક મહત્વકાંક્ષી કુશળ સેનાપતિ અને ચતુર કુટનીતિજ્ઞ હતા.   આ જ કારણ હતું કે તે હંમેશા પોતાના પિતાના પરાજયનો  બદલો અંગ્રેજોથી લેવા  માગતા હતા.

અંગેજ  તેમનાથી  ઘણા ભયભીત રહેતા હતા. ટીપુ અનેક  ભાષાઓના જાણકાર હતા,  નાનપણથી સૈનિક અને યુદ્ઘવિદ્યાની તાલીમ લેવી શરૂ કરી દીધી હતી. પરંતુ તેમનો સૌથી મોટો  અવગુણ  એ હતો કે તે જીદી અને   ઘમંડી વ્યકિત હતા. આ જ દુર્ગુણ તેમના પરાજયનુ કારણ બન્યું. તે પોતાના પિતા સમાન જ નિરંકુશ અને સ્વતંત્રતાચારી હતા પરંતુ છતાં પણ પ્રજાની તકલીફોનું તેઓ ઘણું ધ્યાન રાખતા હતા. એટલે તેમના શાસનકાળમાં ખેડૂતો ખુશ હતા.

પુરૂ નામઃ સુલતાન ફતેહઅલી ખાન સાહાબ

જન્મઃ ૨૦ નવેમ્બર ૧૭૫૦

દેવનાહલ્લી, વ્યુસુફાબાદ કર્ણાટક

માતા/પિતા : હૈદરઅલી/ફકરૂન્નિસા

કાર્યક્ષેત્રઃ મૈસુર સામ્રાજયના શાસક

મૃત્યું: ૪ મે ૧૭૯૯

(4:15 pm IST)