Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

સીઆરપીએફના કાફલામાં લેવલ-૪ની બુલેટ પ્રુફ કાર સામેલ થશેઃ આઈઈડી બ્લાસ્ટ- એકે ૪૭ પણ બેઅસર

સીઆરપીએફ ઉપર દેશના ૫૮ વીવીઆઈપીઓની સુરક્ષાની જવાબદારીઃ ગાંધી પરિવાર- મનમોહનસિંહ પણ સામેલ

નવીદિલ્હીઃ દેશના વીવીઆઈપીઓની સુરક્ષામાં તૈનાત સીઆરપીએફએ પોતાના કાફલમાં લેવલ- ૪ની બુલેટ પ્રુફ ગાડીઓ સામેલ કરશે. જેનાથી આઈડી બ્લાસ્ટ અને આતંકીઓના હુમલાને પણ આરામથી નાકામ બનાવી શકાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગૃહ ખાતાએ પણ ગાડીઓની ખરીદીને મંજૂરી આપી દીધી છે. અને ટૂંક સમયમાં સીઆરપીએફના કાફલમાં સામેલ થશે.

સીઆરપીએફ પાસે ૫૪ વીવીઆઈપીઓની સુરક્ષાની જવાબદારી હતી પણ કેન્દ્ર સરકારે ગાંધી પરિવાર અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની એસપીજી સુરક્ષા પરત લેતા સીઆરપીએફ હાલ ૫૮ વીવીઆઈપીઓની સુરક્ષમાં તૈનાત છે.

સુરક્ષાના જાણકારો મુજબ લેવલ- ૪ કારને મોટા આઈડી વિસ્ફોટકો અને એકે- ૪૭ જેવા હથીયારોના હુમલાની પણ કોઈ અસર નથી થતી. જેથી વીવીઆઈપીઓને કોઈ ખતરો રહેતો નથી. એસપીજી પાસે પહેલેથી જ આ પ્રકારની કાર છે. ઉપરાંત સીઆરપીએફને વધુ બુલેટ પ્રુફ કાર પણ આપવામાં આવનાર છે.

(3:36 pm IST)