Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

સંસદની કાર્યવાહી દરમિયાન ''વેલ''માં ઘસી આવશો તો આકરા પગલા લેવાશે

વિરોધ પક્ષોના અવાજ દાબી દેવા માટે આવા કડક નિયમો બનાવાયાનો આક્ષેપ

ચેતવણીઃ વડા પ્રધાને વિરોધ પ્રદર્શન માટે ગૃહની વેલમાં ન દોડવા અને રાજય સભાને 'સહાયક ગૃહ' હોવાનું કહેવા માટે બે રાજકીય પક્ષોની પ્રશંસા કર્યાના એક દિવસ પછી, લોકસભા અધ્યક્ષે ચેતવણી આપી કદાચ આ દાખલા રૂપ હોઈ શકે  પરંતુ આજથી કોઈ પણ (સભ્ય) માં વિરોધ કરશે નહીં.  નહીં તો મને પગલાં લેવા ફરજ પડશે.

 લોકસભાના નિયમ ૪ ૩૭૪ એ મુજબ જો કોઈ સભ્ય ''વેલમાં (સભાપતિની સામેના ભાગમાં) આવીને કે સૂત્રોચ્ચાર કરીને ગૃહમાં ખલેલ પહોંચાડે છે, તો તેને અધ્યક્ષ દ્વારા  સતત પાંચ બેઠકો માટે અથવા સત્રની બાકીના દિવસો માટે આપમેળે સસ્પેન્ડ થઈ જાય છે.    અધ્યક્ષ સત્રના બાકીના સમય માટે આવા સભ્યને સસ્પેન્ડ કરવાની મંજૂરી પણ આપે છે.

 આ વર્ષે જાન્યુઆરીમાં, લોકસભા અધ્યક્ષે ટીડીપી અને એઆઈએડીએમકેના ૪૫ સભ્યોને કાર્યવાહી વિક્ષેપિત કરવા બદલ બે દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા.   આટલી મોટી સંખ્યામાં સાંસદો વિરુદ્ઘ કાર્યવાહી કરવી એ સામાન્ય ઘટના નથી.

અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૪ માં, તત્કાલીન સ્પીકરે તેલંગાણાની રચના અંગે ગૃહમાં વરવા દ્રશ્યો બાદ આંધ્રપ્રદેશના ૧૮ સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા.  આ વર્ષે ઓગસ્ટમાં, લોકસભા અધ્યક્ષે ધારાસભ્યો માટે 'આચાર સહિતા' દ્યડવા માટે રાજયના ધારાસભ્યોના અધ્યક્ષોની એક સમિતિની રચના પણ કરી હતી,  કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે વિપક્ષનો અવાજ આથી દબાવી દેવાશે.

(3:31 pm IST)