Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ઝારખંડ ભાજપમાં ટીકીટ મુદ્દે અસંતોષઃ ડેમેજ કંટ્રોલ શરૂ

પાંચ તબકકે મતદાનઃ ૨૩ ડિસેમ્બરે પરિણામ : નરેન્દ્રભાઈ ૬ થી ૮ સભા સંબોધશેઃ સ્ટાર પ્રચારકો વધુ પ્રચાર કરશે

રાંચીઃ ઝારખંડ  ધારાસભાની જાહેરાત અને ત્યાર બાદ ટિકીટ વહેંચણીને લઈને ઉભા થયેલ અસંતોષ બાદ ભાજપ હવે ડેમેજ કંટ્રોલ કરવામાં લાગી ગઈ છે. ભાજપ હવે દિગ્ગજોના ભરોસે ઝારખંડ વિધાનસભા ચૂંટણી જીતવાની કોશીશમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપને ચૂંટણી જીતાડવા વડાપ્રધાન અહીં ૬ થી ૮ ચૂંટણી સભાઓને સંબોધી શકે છે. પાર્ટી સ્ટાર પ્રચારકોને વધુમાં વધુ વિસ્તારોમાં પહોંચાડવાની કોશીશ કરી રહી છે. ઉપરાંત આદીવાસીઓના પ્રભાવવાળી બેઠકો ઉપર વધુ ધ્યાન આપી રહી છે. ભાજપ રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે સ્થાનીક મુદ્દાઓને વધુ મહત્વ આપશે. ભાજપે રાંચીમાં વોર રૂમ પણ બનાવ્યો છે. આ સીવાય ભાજપ બિહાર, છત્તીસગઢ અને એમપીના સાંસદોને પણ ઝારખંડમાં પ્રચારમાં ઉતારશે. ઝારખંડમાં ૩૦ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર દરમિયાન પાંચ તબકકે મતદાન યોજાશે. ૨૩ ડિસેમ્બરે પરિણામ આવશે.

(3:30 pm IST)