Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

બડે દિલવાલા...પત્નિને પતિએ જ તેના પ્રેમી સાથે ખુશીથી જવા દીધી

હેરસલૂન સંચાલકના પ્રેમમાં પાગલ પત્નિ બે બાળકોને પણ છોડી ગઇ

નોએડા તા. ૨૦: પતિ-પત્નિ ઓૈર વોના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. નોએડામાં અજગ ગજબની એક પ્રેમકહાની  સામે આવી છે. જેમાં પતિએ બીજાના પ્રેમમાં પડેલી પત્નિને જાતે જ તેના પ્રેમી સાથે મોકલી દઇ મોટુ દિલ દેખાડ્યું હતું. હમ દિલ દે ચુકે સનમ જેવી જ કંઇક કહાની અહિ અસલી જિંદગીમાં સર્જાઇ હતી. જો કે એ ફિલ્મમાં પતિ તેની પત્નિને તેના પ્રેમી પાસે મુકવા જાય છે છતાં છેલ્લે પત્નિ પ્રેમીને જતો કરી પતિની બલિદાન ભાવનાને જ સાચો પ્રેમ ગણી ફરી તેની સાથે આવતી રહે છે.

પરંતુ નોએડાના આ કિસ્સામાં પત્નિ પોતાના પ્રેમી સાથે જવા પતિને તો ઠીક બે બાળકોને પણ છોડીને જતી રહી છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ બદાયુની યુવતિના લગ્ન પાંચ વર્ષ પહેલા સલારપુરના યુવાન સાથે થયા હતાં. બંને લગ્ન જીવનમાં બે સંતાનના માતા-પિતા પણ બન્યા હતાં. પણ સમય જતાં પત્નિને એક હેરસલૂનના સંચાલક સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને પછી તો સાથે હરવા-ફરવા પણ જવા માંડ્યા હતાં. પતિને આ વાતની જાણ થતાં પહેલા તો તેણે પત્નિને સમજાવી હતી. પણ તે પ્રેમી સાથે જ રહેવા ઇચ્છતી હોઇ પતિએ તેના પ્રમેીને બોલાવી પોતાની જ પત્નિનો હાથ તેને સોંપી દીધો હતો!

(3:29 pm IST)