Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ઇન્કમટેક્ષના દરોડા દરમ્યાન

રૂ. ૨૦૦૦ની નોટની જપ્તીનું પ્રમાણ ઘટયું

કાળા નાણાના સંધરાખોરોને રૂ. ૨૦૦૦ની નોટ બંધ થવાની દહેશત

નવી દિલ્હી,તા.૨૦: સામાન્ય રીતે આવકવેરા અને અન્ય એજન્સીઓ દ્વારા દરોડાઓમાં પહેલા કાળુ નાણુ જમા કરનારાઓ પાસેથી મોટી નોટો વધુ નીકળતી હતી પણ હવે આ ટ્રેન્ડ બદલાયો છે. નવેમ્બર ૨૦૧૬માં  નોટબંધી બાદ ગેરકાયદે ધન જમા કરનારાઓમાં એક ભય પેસી ગયો છે કે કયારે સરકાર મોટી નોટો બંધ કરી દે જેના કારણે આવકવેરા વિભાગના દરોડાઓમાં ૨૦૦૦ રૂપિયાની નોટો વધારે નથી મળતી. ગુરુવારે સરકારે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭-૧૮માં  આવકવેરા વિભાગના દરોડામાં જપ્ત કરવામાં ૬૮ ટકા રકમ ૨૦૦૦ની નોટની હતી જે આ વર્ષે દ્યટીને ૪૩ ટકા જ રહી ગઈ છે.એક અનુમાન એવું પણ છે કે ૨૦૦૦ રૂપિયાની નોટોની સંખ્યા એટલા માટે ઓછી થઈ છે. કારણ કે રિઝર્વ બેન્કે આ નોટોનો ફલો દ્યટાડી દીધો છે. આ સિવાય લોકોને નોટબંધીનો પણ ડર લાગી રહ્યો છે. હવે ગેરકાયદે નાણા જમા કરનારા લોકો નાની નોટોને પ્રાથમિકતા આપે છે. સંસદમાં એક સવાલના જવાબમાં નાણા મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન જપ્ત થયેલી નોટોમાં ૨૦૦૦ની  નોટોની સંખ્યા સતત દ્યટી રહી છે જે ત્રણ વર્ષમાં ૬૭.૯ ટકાથી દ્યટીને ૪૩.૨ ટકા થઈ ગઈ છે.આરબીઆઈના ડેટા અનુસાર સતત ૨૦૦૦ની નોટોનો ફલો ઓછો થઈ રહ્યો છે. માનવામાં આવે છે કે સરકાર આ નોટોને બજારમાં વધારે માત્રામાં રહેવા દેવા નથી ઈચ્છતી.

(3:21 pm IST)