Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જલીયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક બીલ રાજયસભામાં સર્વસંમતિ સાથે પસારઃ રાજયસભાનું રપ૦મું સત્રઃ વડાપ્રધાનના દરકેને અભિનંદન

રાજ્યસભાએ ઇતિહાસ રચ્યો છે અને જોયો પણ છેઃ અહિં દરેક રાજયનું પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું છે.

નવી દિલ્હી તા. ર૦ : જલીયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક બીલ-ર૦૧૯ ગઇકાલે રાજયસભામાં એકસૂત્રતા સાથે પાસ કરી લેવાયું હતું., કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ પણ આમા ભાગ લીધો હતો, રાષ્ટ્રીય સ્મારક અધિનિયમ ૧૯પ૧ મુજબ આ સ્મારક માટે કોંગ્રેસ પ્રમુખ હશે, બીલ મુજબ કેન્દ્ર સરકાર આ માટે પ વર્ષ માટે ત્રણ ડાયરેકટરોની નિમણુંક કરશે.

રાજયસભાના રપ૦માં સત્ર ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાંસદોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અહિં ઉપસ્થિત તમામ સાંસદોને હું અભિનંદન પાઠવું છું, રપ૦ સત્રોની જે આ યાત્રામાં સાંસદોએ યોગદાન આપ્યું છે, તે તમામ અભિનંદનના અધીકારી છે, હું તેમનું આદરપૂવર્ક સન્માન કરૂ છું.

વડાપ્રધાને જણાવ્યું કે સંસદ સંવાદ માટે હોવું જોઇએ, ચર્ચા થાય, પરંતુ જે અડચણરૂપ બાબતો બને છે તેના બદલે ચર્ચાના માધ્યમથી રસ્તો કાઢવો જોઇએ. નરેન્દ્રભાઇએ જણાવ્યું કે, અનુભવ બતાવે છ, કે, બંધારણના ઘડવૈયાઓએ જે વ્યવસ્થા દિધી છે, તે કેટલી ઉપયોગી છ, કેટલુ મહત્વનું યોગદાન તેમણે આપ્યું છ.ે તેમણે જણાવેલ કે રાજયસભામાં બે બાબત બહુ મહત્વની છે, સ્થીરતા અને વિવિધતા, સ્થીરતા એટલા માટે મહત્વપૂર્ણછે કે લોકસભા ભંગ થાયછે, પરંતુ રાજયસભા કોઇ દિવસ ભંગ નથી થતી અને વિવિધતા એટલા માટે છે કે અહી દરેક રાજયોનું પ્રતિનિધિત્વ પ્રાથમીકતા છે, રાજયસભાના રપ૦માં સત્ર ઉપર ભારે ચર્ચા થઇ છે, તેમાં યોગદાન દેવાવાળા તમામને અભિનંદન, રાજયસભાએ ઇતિહાસ રચે પણ છે, અને જોયો પણ છે.

(1:08 pm IST)