Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

દેશના VIP સુરક્ષા માટે CRPF ખરીદશે લેવલ-4 ની બુલેટ પ્રુફ ગાડી

સીઆરપીએફ અત્યારે SPGની બુલેટપ્રુફ ગાડીઓનો ઉપયોગ કરે છે

નવી દિલ્હી : કેન્દ્રીય રીઝર્વ પોલિસ બળ (CRPF) પોતાને અપગ્રેડ કરવા તૈયારી કરી રહયું છે હાલમાં  CRPF ની પાસે ગાંધી પરિવારના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષાની સાથે-સાથે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને તેમના પત્નીની પણ સુરક્ષા છે. આ બધા વીઆઇપીની સુરક્ષા માટે CRPF સીઆરપીએફ અત્યારે SPGની બુલેટપ્રુફ ગાડીઓનો ઉપયોગ ગૃહ મંત્રાલયના કહેવા પર કરી રહી છે.

  મળતી જાણકારી મુજબ CRPF જલ્દી જ લેવલ-4ની બુલેટ પ્રુફ ગાડીઓ ખરીદવા જઇ રહી છે, જેના માટે પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. CRPF હાલમાં 58 લોકોને વીઆઇપી સુરક્ષા આપી રહી છે, જેમાં હાલમાં જ SPG માંથી આવેલા 5 પ્રોટેક્ટી સામેલ છે. આ માટે CRPFની 4 બટાલિયન દેશભરમાં 30 મહત્વપૂર્ણ જગ્યાઓ પર સેન્ટર બનાવની તૈનાત કરવામાં આવ્યાં છે. CRPF ની એક બટાલિયનમાં સાત કંપનીઓ સામેલ હોય છે જેમાં અંદાજે 7000 જવાન હોય છે.

  મળતી જાણકારી મુજબ CRPF અત્યારે જે SPG ની ગાડીઓનો ઉપયોગ ગાંધી પરિવાર માટે કરી રહી છે, તેની સાથે-સાથે ઘરની સુરક્ષામાં જે ટેકનિકલ ગેજેટ્સ લાગેલા છે, તેનો પણ ઉપયોગ CRPF કરશે. એક મળતી જાણકારી મુજબ CRPF સીસીટીવી કેમેરાની સાથે-સાથે ઘરમાં લાગેલા આધુનિક ટેક્નિકલ ગેજેટ્સનો પણ ઉપયોગ કરશે.

(12:48 pm IST)