Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મહારાષ્ટ્રમાં આખરે કાલે ફેંસલો?

કોંગ્રેસ -એનસીપીની આજની બેઠકમાં સરકાર રચનાના વિશે ચર્ચા થવાની શકયતા વચ્ચે શિવસેનાએ એના વિધાનસભાની આવતી કાલે ગુરૂવારે મીટિંગ બોલાવી છેઃ તેમને પાંચ દિવસ માટેનાં કપડાં લઇ આવવાનું કહેવામાં આવ્યું

મુંબઈ,તા.૨૦ :મહારાષ્ટ્રમાં થવા શું બેઠું છે એની કોઈને ખબર નથી; હા, કદાચ શરદ પવાર, સોનિયા ગાંધી અને ઉદ્ઘવ ઠાકરે સિવાય. કોન્ગ્રેસ-એનસીપીની આજની બેઠકમાં સરકારની રચના વિશે ચર્ચા થવાની છે. બીજી તરફ શિવસેનાના વિધાનસભ્યોની ગુરુવારે ં બેઠક બોલાવવામાં આવી છે જેનું નેતૃત્વ ખુદ ઉદ્ઘવ ઠાકરે  કરવાના છે. રસપ્રદ વાત એ છે કે શિવસેનાના વિધાનસભ્યોને ૪-પાંચ દિવસ  માટેનાં કપડાં, આધાર કાર્ડ અને પેન કાર્ડ લઈ આવવાનું કહેવામાં આવ્યું છે. શું રર નવેમ્બરનો ગુરુવાર મહારાષ્ટ્રના ઈતિહાસમાં સીમાચિહ્રનરૂપ બની રહેશે? મંગળવારે પણ રાજધાની દિલ્હીમાં મહારાષ્ટ્રમાં રાજય સરકારની રચના સંબંધી ગતિવિધિઓ જોરશોરથી ચાલી રહી હતી. દિલ્હીમાં કોંગ્રેસ એનસીપીની બેઠક મુલતવી રહી છે. પરંતુ નજીકના ભવિષ્યમાં નવા પ્રધાનમંડળની શપથવિધિ યોજાઇ શકે એવી વ્યવસ્થા સ્પષ્ટ નિર્દેશ મળતા નથી

રાજયમાં ટુંક સમયમાં નવી સરકાર સ્થપાય એવી શકયતા જણાતી નથી.

નેશનલિસ્ટ કોન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રવકતા નવાબ મલિકે જણાવ્યું હતું કે 'ગઈ કાલે કોન્ગ્રેસના નેતાઓ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતીની ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી મહારાષ્ટ્રમાં સરકારની રચના વિશે ચર્ચા માટેની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ બેઠક બુધવાર પર મુલતવી રાખવાનો અનુરોધ કર્યો હતો. સંભવિત ગઠબંધન વિશે મંત્રણા કરવા માટે કોન્ગ્રેસ-એનસીપી તરફથી પ્રતિનિધિઓ નિયુકત કરવામાં આવ્યા છે.'

ગઈ કાલે કોન્ગ્રેસ તરફથી મહામંત્રી કે. સી. વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે, એહમદ પટેલ અને રાજયના કેટલાક નેતાઓ તેમ જ એનસીપી તરફથી પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, અજિત પવાર અને  જયંત પાટીલ બેઠકમાં સામેલ થવાના હતા. બેઠકમાં સૌપ્રથમ શિવસેના સાથે ગઠબંધનની શકયતા તપાસવાનો વ્યાયામ કરવાના હતા. એનસીપીના પ્રમુખ શરદ પવાર સોમવારે કોન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા હતા. શરદ પવારે કહ્યું હતું કે 'એ બેઠકમાં સરકાર રચવા વિશે કોઈ વાતચીત થઈ નહોતી. ફકત રાજયની સ્થિતિ વિશે સોનિયાજીને માહિતી આપવામાં આવી હતી. સરકાર સ્થાપવા વિશે કોઈ પણ અભિગમ વ્યકત કરતાં પહેલાં કોન્ગ્રેસ, એનસીપી અને સાથીપક્ષો સાથે ચર્ચા કરવાની રહેશે.

દરમ્યાન દિલ્હીમાં શિવસેનાના રાજયસભાના સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું કે 'આવતા મહિનાના આરંભમાં મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી સરકાર સત્ત્।ા સ્થાપશે. એ સ્થિર સરકાર રહેશે. શિવસેના સત્ત્।ા સ્થાપશે એમાં બેમત નથી. ફકત પ્રસારમાધ્યમો ગૂંચવણ પેદા કરે છે.

(11:51 am IST)