Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

અમેરીકા - ચીન ફરી ટ્રેડવોરના રણમેદાનમાં આમને-સામને

ચીન સાથે સમજૂતી નહિં થાય તો 'ટેરીફ' વધારવાની ટ્રમ્પની ચેતવણી : ભારત સહિત વિશ્વના શેરબજાર પર થઈ શકે છે માઠી અસર

વોશીંગ્ટન : અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું છે કે જો ચીન સાથે કોઇ સમજૂતિ નહિં થાય તો ટેરિફમાં વધારો કરવામાં આવશે. ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જયારે બંને આ્ર્થિક મહાશકિતઓ વચ્ચે સુમેળના સંકેત મળી રહ્યાં હતા.

આ અગાઉ રવિવારે ચીનના વાણિજય મંત્રાલય દ્વારા અમેરિકા સાથે વેપાર સમજૂતિને લઇને સકારાત્મક વાતચીત કરવાની વાત કરી હતી. ચીનના વાણિજય મંત્રાલય અનુસાર ઉપ પ્રધાનમંત્રીએ અમેરિકા સાથે વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇથાઇજર અને વિત્ત્। મંત્રી સ્ટીવન ન્યૂચિન સાથે વાતચીત કરી હતી. બંને ચરણમાં સમજૂતિમાં પોત-પોતાની ચિંતાઓને લઇને વાતચીત ઉપયોગી રહેલ.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની અસર ભારત સહિત દુનિયાભરના શેરબજાર પર પડી શકે છે. ગત સપ્તાહે બીજા દિવસે મંગળવારના રોજ સેન્સેકસ ૧૮૫.૫૧ પોઇન્ટની તેજી સાથે ૪૦,૪૬૯.૭૦ પોઇન્ટના સ્તર પર બંધ જોવા મળ્યું હતું. જયારે નિફ્ટી ૫૫.૬૦ પોઇન્ટના વધારા સાથે ૧૧,૯૪૦.૧૦ અંક પર રહ્યું હતું.

(11:36 am IST)